રાજકોટ
News of Wednesday, 22nd September 2021

નગ્ન હાલતમાં વિડીયોકોલ કરી બિભત્સ માંગણી કરતો વિરપુરનો કિશન ડાભી પકડાયો

ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી યુવતીઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી : રેન્જ આઇજીના સાયબર સેલે દબોચી લીધોઃ કોઇ ભોગ બન્યુ હોય તો ફરીયાદ કરવા અપીલ

રાજકોટ તા. રર :.. ઇન્સ્ટાગ્રામ ઉપર ફેંક આઇડી બનાવી યુવતીઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલ્યા બાદ નગ્ન હાલતમાં વિડીયો-કોલ કરી યુવતી સાથેના વિડીયો  કોલીંગના સ્કીન શોટ પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી બિભત્સ માંગણી કરનાર વિરપુરના શખ્સને રેન્જ આઇજીના સાયબર સેલે ઝડપી લીધો હતો.

નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ રાજકોટની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ વિસ્તારમાં બનતા સાયબર ક્રાઇમના ગુના અટકાવવા તેમજ સોસીયલ મીડીયા વેબસાઇટ ઉપર બનતા બનાવો ડીટેકટ કરવા સારૂ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. જે. રામને સુચના કરેલ જે અન્વયે રાજકોટ રેન્જના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ વિસ્તારના ફરીયાદીની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વિરપુરના શખ્સને ઝડપી લીધો હતો.

ફરીયાદીને થોડા દિવસો પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડમ્મી છોકરીના નામથી અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝરની ફોલો રીકવેસ્ટ આવેલ જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની રીકવેસ્ટ એકસેપ્ટ કરતા બાદમાં ફરીયાદી સાથે ઇન્સ્ટ્રાગ્રામમાં વાતો કરી વિશ્વાસમાં લઇ વીડીયો કોલીંગ કરી પરીચય  મેળવવાનું કહેતા ફરીયાદીએ વીડીયો કોલ રીસીવ કરતા સામે કોઇ અજાણ્યો પુરૂષ નગ્ન હાલતમાં હોય જે વીડીયો કોલ ફરીયાદી કટ કરે તે પહેલા આરોપીએ પોતાના મોબાઇલમાં તેના સ્ક્રીનશોટ પાડી બાદમાં તેજ સ્ક્રીનશોટ ફરીયાદીને મોકલી ફોટા વાયરલ કરવાની ધમકી આપી ફરીયાદી પાસે બીભત્સ માંગણી કરતી હોવાની ફરીયાદ આધારે ઉપરોકત ડમ્મી છોકરીના નામથી એકાઉન્ટનું ટેકનીકલી એનાલીસીસ કરી તેમજ એનાલીસીસ આધારે મળેલ માહિતી તેમજ હયુમન ઇન્ટેલીજન્સથી આરોપી કીશન જેન્તીભાઇ ડાભી રહે. વીરપુર જી. રાજકોટ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ રેન્જ વિસ્તારમાં જો અન્ય કોઇ સાથે પણ આ રીતે બનાવ બનેલ હોય તો અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

આ કાર્યવાહીમાં પો. ઇન્સ. આર. જે. રામના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પો. સ. ઇ. વી. બી. ચૌહાણ, એ. એસ. આઇ. જયદીપભાઇ અનડકટ, સિધ્ધરાજસિંહ વાઘેલા હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા, ભૌમીક સોસા, કુલદીપસિંહ ચુડાસમા તથા પો. કોન્સ. શીવરાજભાઇ ખાચર, વીપુલભાઇ ગોહીલ વિગેરેનાઓ સાથે મદદમાં રહેલ હતાં.

(1:02 pm IST)