રાજકોટ
News of Wednesday, 22nd September 2021

રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વીછીયા અને જસદણ તાલુકામાં : સહાયની કુંવરજીભાઇની રજુઆત

રાજકોટ,તા. ૨૨: જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વીછીયા અને જસદણ તાલુકામાં હોવાથી ખેડૂતો સહિતના વર્ગને ત્વરિત જરૂરી સહાય ચૂકવવા માટે સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને રજુઆત કરી છે.

કુંવરજીભાઇ જણાવ્યા મુજબ વીછીયામાં અત્યાર સુધીમાં કુલ માત્ર ૨૧૦ મીમી (૮ ઇંચ જેટલો)  અને જસદણ તાલુકામાં માત્ર ૩૨૪ મીમી (૧૩  ઇંચ જેટલો) વરસાદ નોંધાયો છે. તલ,કપાસ, મગફળીના પાકમાં વ્યાપક નુકશાન છે. જળસંગ્રહ સ્થાનો ભરાયા નથી. બોર-કૂવામાં સિંચાઇ માટે પાણી નથી. ફલી મોલાતને જીવનદાન મળી શકે તેવો ઝરમર વરસાદ ચાલુ રહે છે. ખેડૂતોની સ્થિતી ધ્યાને રાખીને તાત્કાલિક સરકારી સહાય જરૂરી છે.

(1:01 pm IST)