રાજકોટ
News of Wednesday, 22nd September 2021

યુવતી બની અન્ય યુવતીને ડમી ફ્રેન્ડશીપ મોકલનાર યુવક અચાનક નગ્ન બની જતો

યુવતી બનેલ યુવક દ્વારા ડમી ફ્રેન્ડશિપ રીકવેસ્ટ મોકલીઃ રીકવેસ્ટ મંજૂર થયે વીરપુર પંથકનો યુવાન પોત પ્રકાશતો, ગોંડલ પોલીસની જાગૃતિ રંગ લાવી : રાજકોટ રેન્જ વડા સંદીપસિહ દ્વારા ઊતર સૌરાષ્ટ્રમાં ચાલી રહેલ અભિયાનને રાજકોટ જિલ્લામાં સફળતાઃ રેન્જ ડીઆઇજીના સાયબર સેલના પીઆઇ આર. જે.રામ ટીમ દ્વારા પ્રશંશનીય કાર્ર્ય

 રાજકોટ તા. ૨૨, યુવાન હોવા છતાં પોતાની જાતને યુવતી તરીકે અર્થાત્ કોલેજ ગર્લ તરીકે ઓળખાવી અન્ય યુવતીઓ સાથે દોસ્તી કરવા યુવતીના નામથી ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટસ ખોલાવી ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ થતાં જ વિડિયો કોલિંગ કરી યુવતી બનેલ યુવક નગ્ન થાય અને જેને ફોન કર્યો હોય તેવી યુવતી ફોન કટ કરે તે પહેલાં નગ્ન યુવાન સ્ક્રીન શોટ પાડી યુવતીઓને બ્લેમેઇલ કરી રહ્યાની ચોકવનારી વિગતો રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ સુધી પહોંચતા પોતાની રેન્જ હેઠળના તમામ એસપી મરફત આવા પ્રકારના અપરાધ સામે જાગૃત રહી લોકો પોલીસ પર વિશ્વાસથી ફરિયાદ કરવા આગળ આવે તેવું વાતાવરણ સર્જવા આપેલ માર્ગદર્શન સફળ પુરવાર થયું છે.

ગોંડલ વિસ્તારના ડીવાયએસપી અને સ્ટાફની જાગૃતિથી આવી ઘટના અંતર્ગત ફરિયાદ થતાં રાજકોટ રેન્જ વડાના સાયબર સેલના ટેકનોસેવી પીઆઇ આર.જે. રામને સંદીપસિંહ દ્વારા તપાસ સુપ્રત કરવામાં આવેલ. પીઆઇ રામ દ્વારા ફરિયાદ અંગે અભ્યાસ શરૂ કરતાં બહાર આવેલ કે ફરીયાદીને થોડા દિવસો પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડમ્મી છોકરીના નામથી અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝરની ફોલો રીકવેસ્ટ આવેલ જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની રીકવેસ્ટ એકસેપ્ટ કરતા બાદમાં ફરીયાદી સાથે ઇન્સ્ટ્રાગ્રામમાં વાતો કરો વિશ્વાસમાં લઇ વીડીયો કોલીંગ કરી પરીચય મેળવવાનુ કહેતા ફરીયાદીએ વીડીયો કોલ રીસીવ કરતા સામે કોઇ અજાણ્યો પુરુષ નગ્ન હાલતમાં હોય જે વીડીયો કોલ ફરીયાદી કટ કરે તે પહેલા આરોપીએ પોતાના મોબાઇલમાં તેના સ્ક્રીનશોટ પાડી બાદમાં તેજ સ્ક્રીનશોટ ફરીયાદીને મોકલી ફોટા વાયરલ કરવાની ધમકી આપી ફરીયાદી પાસે બીભત્સ માંગણી કરતી હોવાની ફરીયાદ આધારે ઉપરોકત ડમ્મી છોકરોના નામથી એકાઉન્ટનુ ટેકનીકલી એનાલીસીસ કરી તેમજ એનાલીસીસ આધારે મળેલ માહીતી તેમજ હયુમન ઇન્ટેલીજન્સથી આરોપી કીશન જેન્તીભાઇ ડાભી રહે.વીરપુર જી.રાજકોટ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ રેન્જ વિસ્તારમાં જો અન્ય કોઇ સાથે પણ આ રીતે બનાવ બનેલ હોય તો અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

 ઉપરોકત કાર્યવાહીમાં પીએસઆઈ વી.બી.ચૌહાણ, એ.એસ.આઇ. જ્યદીપભાઈ અનડકટ, સિદ્ધરાજસિહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ શકિત સિહ વાઘેલા, ભોમિકભાઈ સોસા,  કુલદીપ સિહ ચુડાસમા, શિવરાજ ભાઈ ખાચર અને વિપુલભાઈ ગોહિલ કાર્યરત રહેલ.

(1:01 pm IST)