રાજકોટ
News of Wednesday, 22nd September 2021

કાલે ૪ વોર્ડ તથા શુક્રવારે ૩ વોર્ડમાં પાણી નહિ મળે

વાલ્વ મુકવાની કામગીરી સબબ અને પાઇપ લાઇન અને વાલ્વ ફિટિંગની કામગીરીના કારણે ગુરૂકુળ હેડ વર્કસ તથા સ્વાતિ પાર્ક હેડ વર્કસ હેઠળના વોર્ડ નં. ૭,૧૧,૧૨,૧૩,૧૪,૧૭ તથા ૧૮નાં અડધા વિસ્તારોમાં પાણી વિતરણમાં થશે અસર

રાજકોટ,તા.૨૨: શહેરમાં કાલે  ૪ વોર્ડ અને શુક્રવારે ૩ વોર્ડના અડધા ભાગોમાં પાણી વિતરણ બંધ રહેશે . તેમ રાજકોટ મનપાનાં વોટર વર્કસ શાખા દ્વારા જાહેરાત કરાઈ છે .

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ , સેન્ટ્રલ ઝોન, અંતર્ગત ભાદર ડેમની નજીક લીલાખા તેમજ ગોમટા ગામ પાસેની મેઇન લાઇન તથા ગોંડલ અને રીબડાની વચ્ચે ગોલ્ડન સિટી તથા ગેલેકસી પમ્પ પાસે ૯૦૦ એમ.એમ.ની મેઇન લાઇન તેમજ ગોંડલ રોડ પર આવેલા એસ.ટી. વર્કશોપની સામે ૯૦૦ એમ . એમ . સાઇઝનો બટરફલાય વાલ્વ મુકવાની કામગીરી સબબ ગુરુવારે તા .૨૩ ના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં .૭ , ૧૩ , ૧૪ અને ૧૭ ના અમુક ભાગોમાં પાણી વિતરણ ઠપ્પ રહેશે . જયારે શુક્રવારે તા . ૨૪દ્ગક્નત્ન રોજ સ્વાતિ પાર્ક હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં .૧૧ , ૧૨ અને ૧૮ ના અડધા વિસ્તારોમાં પાણી કાપ રહેશે . પાઈપ લાઈન અને વાલ્વ ફિટિંગની કામગીરી કરવાની હોવાથી શહેરના ઉપરોકત ૭ વોર્ડમાં આંશિક રીતે પાણી કાપ રાખવા નિર્ણય કરાયો છે. શહેરીજનોએ તેની નોંધ લેવા મનપા તંત્રની યાદીમાં જણાવાયુ છે. (૨૨.૫૩)

શુક્રવારે આ વિસ્તારોમાં પાણી નહિ મળે

શુક્રવારે તા. ૨૪ના વોર્ડ નં. ૧૧નાં જીવરાજ રેસીડેન્સી, કસ્તુરી રેસીડેન્સી, કેવલમ રેસીડેન્સી, સત્યજીત સોપાન હાઉસીંગ સોસાયટી, ગોલટ્રીઓ એપાર્ટમેન્ટ, ધ કોર્ટયાર્ડ એપાર્ટમેન્ટ, કસ્તુરી કેસર એપાર્ટમેન્ટ, કસ્તુરી એવીયરી એપાર્ટમેન્ટ, આદર્શ ડ્રીમ સિટી એપાર્ટમેન્ટ, લક્ષ્મી સોસાયટી, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, લક્ષ્મણ આવાસ યોજના, કોમ્પોપ્લસ ટાવર, શ્રી વલ્લભ વાટિકા કો.ઓ.હા.સો., ડ્રીમસિટી એપાર્ટમેન્ટ તથા લાગુ વિસ્તાર તથા વોર્ડ નં. ૧૨ માં મહમદી બાગ, શકિતનગર, વિશ્વકર્મા સોસાયટી, રસુલપરા, ભારતીનગર (વાવડી), આકાશ હાઇટ્સ, જય ભારત, પુનિત પાર્ક, મધુવન સોસાયટી, ગોવિંદરત્ન, જે.કે.સગર સોસાયટી, શિવદ્રષ્ટિ, વૃંદાવન વાટિકા, વિગેરે વિસ્તારો તથા વોર્ડ નં. ૧૮માં ન્યુ સ્વાતિ સોસાયટી, જુનુ સ્વાતિ સોસાયટી, સુમંગલ સોસાયટી, મંગલ પાર્ક, હાપલીયા પાર્ક, આદર્શ વાટિકા સોસાયટી, આસોપાલવ પાર્ક, ઉત્સવ પાર્ક, પ્રમુખરાજ સોસાયટી, ભરવાડપરા, મેઘમાયા નગર, પરસાણા નગર તથા કોઠારીયા ગામના વિસ્તારોમાં  પાણી વિતરણ નહી મળે.

કાલે કયાં-કયાં વિસ્તારમાં પાણી વિતરણ પર થશે અસર ?

વોર્ડ નં.૭ માં  લોહાણનગર, ઉદ્યોગનગર કોલોની, ભકિતનગર સ્ટેશન પ્લોટ, ભકિતનગર જી.આઇ.ડી.સી., વિજય પ્લોટ (પાર્ટ) વિગેરે વિસ્તાર, વોર્ડ નં. ૧૩ માં નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણી નગર, હરિદ્વાર સોસાયટી, પંચશીલ સોસાયટી, રામનગર, શિવનગર, ગુણાતીતનગર, સ્વાશ્રય સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા વિગેરે વિસ્તાર, વોર્ડ નં. ૧૪માં વાણીયાવાડી (વિસ્તાર આખો), ગોપાલનગર, શ્રમજીવી સોસાયટી, ગીતાનગર, ઢોલરીયા નગર, ભકિતનગર સોસાયટી વિગેરે વિસ્તાર, મીલપરા, મયુર પાર્ક, કોઠારીયા કોલોાની (પાર્ટ), ધર્મ જીવન સોસાયટી, માસ્તર સોસાયટી (પાર્ટ) વોર્ડ નં. ૧૭માં સહકાર મેઇન રોડ, હસનવાડી, વાલકેશ્વર,શ્રીનગર, સાધના સોસાયટી ઇન્દીરાનગર, ગુરૂજન સોસાયટી, ઢેબર કોલોની, અવંતિકા પાર્ક, આનંદનગર (પાર્ટ), ગીતાંજલિ સહિતના વિસ્તારોમાં પાણી નહિ મળે.

(3:06 pm IST)