રાજકોટ
News of Tuesday, 22nd September 2020

પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારા કોરોના સામે જંગ જીત્યા

રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરે જ લીધી સારવાર : હવે રિપોર્ટ નેગેટિવ : તબિયત બિલકુલ સ્વસ્થ

રાજકોટ : પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારા કોરોના સામે જંગ જીત્યા છે પીઠડા,પીપલાણા ,પડવાલા ઇન્દ્રસ્ટ્રીઝ એસો,ના પ્રમુખ, રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસો,ના સેક્રેટરી તથા જે.કે.ગ્રુપના ચેરમેન એવા જયંતીભાઈ સરધારાને ગત તારીખ 12મીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેઓએ ઘરેથી જ સારવાર લીધી હતી ત્યારબાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવેલ હતો હાલમાં તેઓ બિલકુલ સ્વસ્થ છે 

(11:27 pm IST)