રાજકોટ
News of Tuesday, 22nd September 2020

ઉમેશ કયાડા દ્વારા ઓન લાઇન ચિત્ર પ્રદર્શન

પ્રોફેશર-ચિત્રકાર દ્વારા વિશિષ્ટ પ્રયોગઃ ગાંધીજી વિષયક પ્રદર્શન : ઓનલાઇન પ્રદર્શન માણવા યુ-ટયુબ લીન્કઃ આજથી તા.૬ સુધી પ્રદર્શન માણી શકાશે

રાજકોટ : 'મહાત્મા ર૦ર૦ યુગ પુરૂષ મહાત્મા ગાંધીજીના' વિષય આધારિત ઓન લાઇન ચિત્ર પ્રદર્શન તા. રર સપ્ટેમ્બરથી તા. ૬ ઓકટોમ્બર ર૦ર૦ સુધી રાજકોટના ચિત્રકાર શ્રી ઉમેશ કયાડા દ્વારા થવા જઇ રહ્યુ છે. જે હાલ રાજકુમાર કોલેજના પ્રોફેસર છે.

ગાંધીજીના જન્મ દિવસને લોકો અલગ અલગ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરતા હોય ત્યારે રાજકોટના એક ચિત્રકાર ઉમેશ કયાડાએ કેનવાસ પર માત્ર ગાંધી બાપુને જ નહિ પણ તેમના વિચારોને પણ જીવંત કર્યા છે. આજના સમયમાં ઇન્ટા અને ફેસબુક પર સતત વ્યસ્ત રહેતો યુવ ધન ગાંધીજીની આત્મકથા કે તેમના વિચારો અને આદર્શોને નજીકથી જાણવા માગતુ હોવા સતા પણ તેઓની પાસે એટલો સમય નથી હો તો આથી હજારો વિદ્યાર્થીઓને કલામાં પારંગત કરનાર કલાગુરૂ અને જાણીતા ચિત્રકાર ઉમેશ કયાડાએ આમ તો અત્યાર સુધીમાં ઘણા ચિત્રોને કેનવાસ પર કનાડાર્યા છે. મુખ્યત્વે તેઓએ સામાજીક મુદાઓને તેમના કલાના માધ્યમથી કેનવાસ પર રંગોથી નિખાર્યા છે. ગાંધીજીને નજીકથી જાણ્યા બાદ તેઓને વિચાર આવ્યો કે ગાંધીજીના ચિત્રો ઘણા કલાકારો બનાવતા હોય છે. ત્યારે મારો વિચાર એવો હતો કે ગાંધીજીના વ્યકિતત્વના સાથો સાથ તેમના વિચારોને પણ ચિત્રોમાં વણી લેવાય ખુદ ગાંધીજી પોતે આદર્શ સમાજ માટે પ્રેરક વિચાર સમાન છે. આજદીન અહિંસક લડવૈયા રાષ્ટ્રપિતા સાદગી સ્વચ્છતા અને શિક્ષણના હિમાયતી રહ્યા હતાં.

આવા વિચારોને આદર્શ રાખી ઉમેશ કયાડાએ હાલની પરિસ્થિતિ વૈશ્વીક મહામારીમાં દુનિયા આખી સ્તંભી ગઇ હોય ત્યારે તેમના આવા  મહામુલા ચિત્રોનું પ્રદર્શન કેમ કરવું જેથી યુવાધન જે સોશ્યલ મિડીયા દ્વારા પોતાનોસમય વેડફતુ હોય તો એજ માધ્યમનો સકારાત્મક ઉપયોગ કરવા ઓનલાઇન ચિત્રપ્રદર્શન ''મહાત્મા ર૦ર૦'' નું આયોજન કર્યુ છે.

પ્રદર્શન માણવા યુટયુબ લીન્ક

https://youtu.beWX9e Uh BMuwo

વધારે વિગતો માટે મો. ૮૮૬૬૦ ૦પપ૦ર નંબર પર સંપર્ક થઇ શકે છે.

(4:02 pm IST)