રાજકોટ
News of Tuesday, 22nd September 2020

જિલ્લા પંચાયતની છેલ્લી મનાતી સામાન્ય સભામાં ૬ સભ્યોના ૧૮ પ્રશ્નોઃ પ્રિ. ઓડીટ ફરી ચર્ચામાં

રાજકોટ તા. રરઃ જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી પાંખની અંતિમ ગણાતી સામાન્ય સભા તા. ૩૦ સપ્ટેમ્બરે બોલાવવામાં આવી છે. ગઇ તા. ૮મીએ સામાન્ય સભા થયા બાદ ફરી તા. ૩૦મીએ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ વખતે સભ્યોને પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવી છે. કુલ ૩પ પૈકી માત્ર ૬ સભ્યોએ ૧૮ પ્રશ્નો પૂછયા છે. કોરોનાની સ્થિતિમાં યોજાતી સામાન્ય સભા પ્રત્યે મોટાભાગના સભ્યો નિરસ જણાય છે. વર્ક ઓર્ડરનું પ્રિ. ઓડીટ રદ કરવાના ડી.ડી.ઓ.ના નિર્ણયના વિરોધમાં ગઇ સામાન્ય સભામાં ઠરાવ થયેલ આ બાબતે આગળ શું કાર્યવાહી થઇ તે જાણવા અમૂક સભ્યોએ ફરી આ મુદ્દો સામાન્ય સભામાં પૂછયો છે.

પરસોતમભાઇ લુણાગરિયાએ ર, અર્જુન ખાટરિયાએ ૬, હેતલબેન ગોહેલ પ, વજીબેન સાકરિયાએ ર, ધ્રુપદબા જાડેજાએ ૧ અને ભાવનાબેન ભૂતે ર પ્રશ્નો પૂછયા છે. કુલ ૧૮ પ્રશ્નો થયા છે. પંચાયતની ચૂંટણી સમયસર યોજાવાના સંજોગોમાં ઓકટોબરમાં આચાર સંહિતા આવી શકે છે.

(3:56 pm IST)