રાજકોટ
News of Tuesday, 22nd September 2020

કોવીડ-દમન સોફટવેર અંગે બધી હવામાં વાતોઃ દરરોજ અપડેટ માટે ૧ર૦ ઓપરેટરો બેસાડયા પણ કોઇ કામગીરી નહી!!

ખૂદ કલેકટર તંત્રને પણ ખબર નથી બોલોઃ દર્દી-હોસ્પીટલનું અપડેશન 'એકસેલ'માં થાય છે

રાજકોટ તા. રર :.. રાજય સરકારે કોરોના દર્દી અને કોરોના-હોસ્પીટલની જે તે તમામ પ્રકારની કલાક-કલાકની માહિતી માત્ર કોવીડ-દમન સોફટવેરનું લોન્ચીંગ કર્યુ, એક મહિના પહેલા આ સોફટવેર શરૂ કરાયો, રાજકોટ કોર્પોરેશનમાં સ્પે. કોરોના માટે મૂકાયેલા અધિકારીશ્રી મીલીંદ તોરવણેનું ખાસ સુપરવિઝન થઇ રહ્યું હતું.

પરંતુ કલેકટર લોબીના કર્મચારીઓ - અધિકારીઓમાં ચર્ચાતી વિગતો મુજબ આ કોવીદ-દમન સોફટવેરમાં છાશ છાગોળે અને ભેસ ભાગોળે જેવી કહેવત બની ગઇ  છે. ઉપરોકત સોફટવેરમાં દરેક શહેર - જીલ્લામાં જેવો દર્દી દાખલ થાય અને ડીસ્ચાર્જ થાય ત્યાં સુધીની તેની તમામ માહિતી દર કલાકે અપલોડ કરવાની થતી હતી, જેમાં દાખલ થયા ત્યારે સ્થિતિ, ઓકસીઝન, કયાંના છે તેમના સગા વિગેરે તમામ માહિતી દર કલાકે અપલોડ કરવાની થતી હતી, તો દરેક કોરોના હોસ્પીટલની દર કલાકની બેડની સ્થિતિ, સ્ટાફ, ડોકટરો, વેન્ટીલેટર, ઓકસીઝન, સુવિધા વિગેરે માહિતી અપલોડ કરવાની થતી, આ માટે રાજકોટ જીલ્લા માટે ૧૦૦ થી વધુ શીફટવાઇઝ કોમ્પ્યુટર ઓપરેટરો બેસાડાયા, પરંતુ આજ સુધી આ સોફટવેરનો ઉપયોગ જ નથી થતો, તમામ માહિતી 'એકસેલ' માં ફીડ કરાય છે, આમ દમન સોફટવેર અંગે લાખોનો ખર્ચો થયો, પણ હાલ પાણીમાં હોય તેમ ચર્ચા ઉપડી છે, નવાઇનો એ છે કે ખૂદ કલેકટર તંત્રને પણ આ સોફટવેર અંગે કોઇ ગતાગમ નથી, કોરોના મહામારીમાં હાલ આ સોફટવેરે સીવીલ અને કલેકટર તંત્રમાં ચર્ચા જગાડી છે.

(3:22 pm IST)