રાજકોટ
News of Tuesday, 22nd September 2020

સીવીલ હોસ્પિટલના મહિલા કર્મચારીને ન્યાય અપાવતો આમ આદમ પાર્ટી મહિલા મોરચો

કોવિડ પેશન્ટ સાથેની અમાનવીય ઘટનામાં : ટીમ જુલી લોઢીયાની રજુઆતથી ફરી ફરજ પર લેવાયા

રાજકોટ તા. ૨૨ : થોડા દિવસ પહેલા રાજકોટની સીવીલ હોસ્પિટલમાં કોવિડ પેશન્ટને માર મારવામાં આવતો હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. માત્ર લોકજાગૃતિના હેતુથી પટાવાળા તરીકે ફરજ બજાવતા એક બહેને તે વિડીયો ઉતાર્યો હતો. સમગ્ર બનાવ સમાજની સામે આવ્યો ત્યારે કશુરવાનો સામે પગલા લેવાને બદલે આ વિડીયો ઉતારનાર બહેનને ફરજ મુકત કરી દેવાયા. પોલીસે અટકાયત કરી. આ બનાવમાં આમ આદમી પાર્ટી મહિલા મોરચાએ જુકાવ્યુ અને પ્રમુખ જુલીબેન લોઢીયાના નેતૃત્વમાં માધવીબેન જોગીયા, રચનાબેન તથા ગીતાબેન સહીતનાએ લડત ચલાવી. ખરેખર તો એ પટાવાળા પ્રવિણાબેને લોકજાગૃતિનું કામ કર્યુ હતુ. તેમને બિરદાવવાને બદલે સજા શા માટે? તેવા સવાલો ઉઠાવી તંત્રને રજુઆત કરી. જેની ધારી અસર પડી અને પ્રવિણાબેનને ફરી સન્માનભેર નોકરી ઉપર લેવામાં આવ્યા હોવાનું આમ આદમી પાર્ટીના જુલીબેન લોઢીયાએ એક યાદીમાં જણાવેલ છે.

(3:16 pm IST)