રાજકોટ
News of Tuesday, 22nd September 2020

ખેડૂત અને ખેતી સમૃધ્ધ તો દેશ સમૃધ્ધ,સરકારનું આવકાર્ય પગલુ : પટેલ-રૈયાણી-સાગઠીયા

રાજકોટ, તા. રર :  વધુ પડતા વરસાદના કારણે ખેતીના પાકને થયેલી નુકશાનીને ધ્યાને લઇને રૂપિયા ૩૭૦૦ કરોડના પેકેજની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરેલ છે. તેને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા તથા અરવિંદભાઇ રૈયાણીએ આવકારેલ છે.

વધુમાં જણાવેલ છે કે કેન્દ્ર સરકાર અને રાજયની ભાજપની સરકાર પહેલેથી જ એમ માને છે કે આ દેશને સમૃદ્ધ અને શકિતશાળી બનાવવો હશે તો સૌથી પ્રથમ આ દેશના ખેડૂત અને ખેતીની સમૃદ્ધ કરવી પડશે. જે દિશામાં કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અનેકવિધ પગલાઓ લઇને ખેડૂતોને નુકશાનીમાંથી ઉગારવાનો અને પગ પર ઉભો રહી શકે તે માટેની અનેક યોજનાઓ જાહેર કરી રહ્યા છે. પછી તે પાક વીમો હોય કે ખેતીના પાકને નુકશાનની વાત હોય.

રાજય સરકારે ખેડૂતોને થયેલ ૩૦ ટકાથી વધુ નુકશાનને ધ્યાને લઇને રૂપિયા ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. તે સમગ્ર ખેડૂત વર્ગ અને થયેલ નુકશાન પેટે ચુકવાતા ખેડૂતનું ભારણ ઘટશે અને ખેતી   પ્રત્યેનો લગાવ રહેશે. તેમ નિવેદન અંતે શ્રી પટેલ, શ્રી રૈયાણી અને શ્રી સાગઠિયાએ જણાવેલ છે.

(3:15 pm IST)