રાજકોટ
News of Tuesday, 22nd September 2020

મોરબીના ચકચારી ત્રિપત મર્ડર કેસના આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ,તા.૨૨: મોરબીના ચકચારી ત્રીપલ મર્ડર કેસના આરોપીની જામીન મંજૂર કરવાનો મોરબી સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

ફરીયાદની વિગત મુજબ ફરીયાદી વસીમ મહેબુબભાઇ પઠાણ ઠે. મકરાણીવાસ, રામઘાટ પાસે, મોરબીનાએ મોરબી પો.સ્ટે.માં ઇન્ડિયન પીનલ કોડ ક. ૩૦૨, ૧૪૩ ૧૪૭, ૧૪૯ તથા જી.પી.એકટ ક. ૩૪ મુજબ ભરત ડાભી, જયંતી નારણભાઇ, અશ્વિન જીવરાજભાઇ, ભરત જીવરાજભાઇ, ધનજીભાઇ મનસુખભાઇ, કાનજીભાઇ, મનસુખભાઇ, શીવાભાઇ, રામજીભાઇ, મનસુખભાઇ, રામજીભાઇ, જીવરાજભાઇ રામજીભાઇ, પ્રવિણભાઇ શીવાભાઇ, કિશોર શિવાભાઇ ડાભી, સંજય નારણભાઇ ડાભી તમામ રહે. વજેપરવાડી વિસ્તાર, ગામ વજેપર, તા. જી.મોરબી સામે તા. ૧૩/૮/૨૦૧૮ ના રોજ ફરીયાદ નોંધાયેલ.

ઉપરોકત ફરીયાદના ૧૨ આરોપીઓ પૈકી મનસુખભાઇ રામજીભાઇ ડાભી (સતવારા)એ મોરબી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મળવા અરજી કરેલ જેમાં અરજદાર તરફે રાજકોટના ધારાશાસ્ત્રી ભાવેશ બી. બાંભવાની લંબાણ પૂર્વકની દલીલ તથા ગુજ. હાઇકોર્ટના ચુકાદા ધ્યાને લઇ નામ. સેશન્સ કોર્ટએ અરજદાર મનસુખભાઇ રામજીભાઇ ડાભી (સતવારા)ને જમીન આપવા માટે યોગ્ય કેસ છે. જેથી અરજદારને રેગ્યુલર જામીન પર મુકત કરવાનો આદેશ કરવામાં આવેલ છે. આ કામમાં અરજદાર આરોપી મનસુખભાઇ રામજીભાઇ ડાભી (સતવારા) વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી એડવોકેટ ભાવેશ બી. બાંભવા તથા જીજ્ઞેશ યાદવ, હીતેષ વિરડા, રવિ કારીયા રોકાયેલ છે.

(3:04 pm IST)