રાજકોટ
News of Tuesday, 22nd September 2020

વોર્ડ નં. ૧૩ માં ભાજપ દ્વારા માસ્ક-ચશ્મા વિતરણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની શહેર ભાજપ દ્વારા સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત વોર્ડ નં. ૧૩ માં માસ્ક અને ચશ્માનું વિતરણ કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, વિજયભાઇ ટોળીયા, ધીરૂભાઇ તળાવીયા, કેતન વાછાણી, નીતિન રામાણી, શૈલેષ ડાંગર, સુખુભા, રમેશભાઇ વેકરીયા વગેરે તેમજ વોર્ડ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:00 pm IST)