રાજકોટ
News of Tuesday, 22nd September 2020

ભાજપના પુર્વ કોર્પોરેટર અને મ.ન.પા.ના વધુ એક ઇજનેર કોરોનાથી સંક્રમિતઃ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

રાજકોટ તા.૨૨ : શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જાય છે. દરમિયાન આજે સવારે સામાકાંઠા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર ગેલાભાઇ રબારી અને વોર્ડ નં. ૨ના ઇજનેર મહેશ જોષીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગેલાભાઇ અને મહેશભાઇ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, ગેલાભાઇના પત્ની સજુબેન રબારી હાલ વોર્ડ નં. ૬ના ભાજપ પક્ષના નગર સેવક છે.

(3:04 pm IST)