રાજકોટ
News of Sunday, 22nd September 2019

ખોડિયારનગરમાં રોલેકસ કારખાના પાસે જૂગાર રમતાં ૬ પકડાયા

રાજકોટઃ માલવીયાનગરના પીએસઆઇ બી.બી. રાણા અને સ્ટાફે ગોંડલ રોડ ખોડિયારનગર રોલેકસ પ્રા.લિ. રાજકમલ પંપની બાજુમાં આવેલા ડી.-૬૬ નંબરના મકાનમાં દરોડો પાડી રિન્કૂ બિરેન્દ્ર શાહુ, અમરજીત સનોર સહાની, સંદિપ ગણેશ શાહુ, અરૂણ બાલગોવિંદ વિશ્વકર્મા, કુંદનગીરી દેવચંદગીરી બાવાજી અને વિનય શંકર બડાઇકને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૮૨૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

(11:23 am IST)