રાજકોટ
News of Sunday, 22nd September 2019

શાસ્ત્રી કન્યા વિદ્યાલય રામકૃષ્ણ આશ્રમની મુલાકાત

મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલાબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય-સદર બજાર ખાતે અભ્યાસ કરતી ધો.૯ થી ૧ર ની વિદ્યાર્થીનીઓએ શ્રી રામકૃષ્ણ આશ્રમની મુલાકાત લીધી હતી શિક્ષણમાં નૈતિક મુલ્યોનો વિકાસ ખુબ મોટો ભાગ ભજવે છે આ હેતુને સિદ્ધ કરવા સ્વામી વિવેકાનંદના વિચારોથી યુવાનોમાં ધ્યેય નિષ્ઠા, કાર્યનિષ્ઠા, એકાગ્રતા, આત્મશ્રદ્ધાના ગુણોનો વિકાસ કરવા માટે શ્રીરામકૃષ્ણ આશ્રમના કાર્યકર ભકત પન્નાબેનના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય ભરતસિંહ પરમારે આશ્રમની મુલાકાતનું આયોજન કરેલહતું.જેમાં સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રના પ્રદર્શસ્ન નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓ માટે કવીઝનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ સ્વામી વિવેકાનંદ શિકાંગો ધર્મ પરિષદમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને ભારત દેશની આધ્યાત્મિકતાને પુરા વિશ્વમાં પ્રસારિત કરી હતી તે પ્રસંગને ૧રપ વર્ષ થયા. આ ૧રપ મી વર્ષગાંઠ નિમિતે યુવાનોમાં સ્વામીવિવેકાનંદના ગુણો વિકસે તે હેતુથી 'વેલ્યુ એજયુકેશન સેમિનાર' અંતર્ગત શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામીજીએ સુંદર વ્યાખ્યાન આપેલ હતું વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપ્યોહતો શિક્ષકોમાંથી ઉર્વશીબેન ઉપાધ્યાય અને ભરતભાઇ કગથરાએ પ્રતિભાવો આપ્યા હતા.

(3:34 pm IST)