રાજકોટ
News of Sunday, 22nd September 2019

રાજકોટ ડેરીનું નવું સોપાન, ''ગોપાલ'' ધી-દુધ બજારમાં

રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી) દ્વારા ગોપાલ બ્રાન્ડ ગાયનું દુધ અને ઘી લંોંન્ચ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ તા ૨૧ : ગ્રાહકોની ઘણા સમયથી '' ગાયના દૂધ'' ની માંગને ધ્યાનમાં રાખીને તા. ૨૫/૦૯/૧૯ થી ''અમુલ બ્રાન્ડ'' માં પ્રેસ્ચ્યુરાઇઝડ '' ગાયનું દૂધ'' ૫૦૦ એમ.એલ.માં પેક કરીને લોન્ચીંગ કરવાનો નિર્ણય લીધેલ છે. સંઘના અધ્યક્ષશ્રી ગોવિંદભાઇ રાણપરીયાએ કરેલ છે. સંઘે ગાયના દૂધની શુધ્ધતા તપાસવા માટે સંઘે રૂા૬ લાખની કિંમતનું પીસીઆર મશીન વસાવી તેમાં ગાયના દુધ ની શુધ્ધતાનો ટેસ્ટ કરીને પછી પેક કરી ગ્રાહકો માટે ઉપલબ્ધ કરશે. આ રીતે અન્ય બ્રાન્ડ/લુઝ ગાયના દૂધ કરતા રાજકોટ ડેરી દ્વારા ઉત્પાદિત ''અમુલ ગાયનું દુધ'' એ રીતે સંપૂર્ણ ખાત્રીદાયક છે. તેમ સંઘના જનરલ મેનેજર વિનોદભાઇ વ્યાસે જણાવેલ છે.

રાજકોટ ડેરીએ '' અમુલ ગાયના દૂધ'' સાથે ભવિષ્યમાં '' ગોપાલ ગાયનું શુધ્ધ ઘી'' પણ બજારમાં મુકવાનો નિર્ણય કરેલ છે. રાજકોટ શહેરના માનવંતા ગ્રાહકોને ''અમુલ ગાયનું શુધ્ધ ઘી'' અપનાવવા અપીલ કરેલ છે.

રીટેઇલ ડેપો, સેન્ટરો, પાર્લરોમાં ''અમુલ ગાયનું દૂધ''૫૦૦ એમ.એલ. માં પ્રતિ પાઉચના રૂા૨૨/- મા઼ કિંમતમાં ઉપલબ્ધ છે.

(1:01 pm IST)