રાજકોટ
News of Saturday, 22nd September 2018

સૌરાષ્ટ્રના 26 માર્કેટિંગ તયાર્ડના હોદેદારોની રાજકોટમાં બેઠક યોજાઈ : ભાવાંતર યોજના દાખલ કરવાની માંગ

 

રાજકોટ:રાજકોટમાં સૌરાષ્ટ્રના 26 યાર્ડના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી જેમાં વેપારી એસોસિએશન, કમિશન એજન્ટ અને ખેડૂતો હાજર રહ્યા હતા. બેઠકમાં ટેકાના ભાવની જગ્યાએ ભાવાંતર યોજના દાખલ કરવાની માંગ ઉઠી છે. ટેકાના ભાવે ખરીદાતી જણસીમાં એકંદરે ખોટ જતી હોવાનું પણ જણાવવામાં આવ્યુ.હતું

 ગત વર્ષે ભાવાંતર યોજના મધ્યપ્રદેશ સરકાર દ્વારા અમલી કરાઈ હતી. અને ભાવાંતર યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ પડે તેની પણ માંગ કરવામાં આવી છે. ભાવાંતર યોજના કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવેલી ત્રણ યોજનાઓ પૈકીની એક છે.

(10:15 pm IST)