રાજકોટ
News of Saturday, 22nd September 2018

નાના મૌવા સર્કલ ખાતે રઘુવંશીઓ રમશે રાસ

રઘુવંશી સમાજના ખેલૈયાઓ માટે પારિવારીક માહોલમાં દમદાર આયોજનઃ સમાજની અનેક સંસ્થાઓ પણ સામેલઃ સજજડ સુરક્ષા વ્યવસ્થા

રાજકોટઃ રઘુવંશી સમાજના પાટનગર એવા રાજકોટ શહેરના હાર્દ સમા ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસેના આશરે ૯૫૦૦ ચોરસ મીટરના વિશાળ ગ્રાઉન્ડમાં રઘુવંશી પરિવાર દ્વારા પ્રથમવાર જ માત્ર રઘુવંશી સમાજના ખેલૈયાઓ માટે પારિવારીક વાતાવરણમાં વિશાળ સંખ્યામાં ખેલૈયાઓ મનમુકીને રાસ રમી શકે, તેવા સજ્જ ધજ્જ ગ્રાઉન્ડમાં આયોજન થતા ખેલૈયાઓમાં હરખની હેલી ઉઠી છે.

વી.વી.આઈ.પી.સ્પોન્સરો માટે ગજીબો (ખાસ એટેન્ડસ સર્વિસ સાથે), સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ, આકર્ષક વિશાળ સ્ટેજ, મહેમાનો માટે સુંદર બેઠક વ્યવસ્થા, ટુ વ્હિલર માટેની અલગ- અલગ પાર્કિગ વ્યવસ્થા, મહેમાનો તથા ખેલૈયાઓ માટે અલગ- અલગ વિશાળ આકર્ષક એન્ટ્રી ગેઈટ તેમજ સંપૂર્ણ ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરા, મેટલ ડીટેકટર તથા હાઈફાઈ સીકયોરીટીથી સુસજજ એવી વ્યવસ્થા ગોઠાવાઈ રહી છે. સમાજના અગ્રણીઓ, પરિવારના મોભીઓ, વડીલોના સતત માર્ગદર્શન તથા દેખરેખ આયોજન થતા સમાજની અનેકવિધ સંસ્થા, ટ્રસ્ટ, મંડળો તેમજ ગ્રુપ સામેલ થતા આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સાથે પરિવારના ફનકલબ (કલ્પેશભાઈ તન્ના), મહિલા સમિતિ (પ્રિતીબેન પાઉં) તેમજ આર.ડી.ગ્રુપ (રાકેશભાઈ પોપટ, પરેશભાઈ પોપટ), ઓન્લી રઘુવંશી યુવા ગ્રુપ- વોર્ડ નં.૪-૫-૬ (પરેશભાઈ પોપટ, ભરતભાઈ જલીયાણ, મનોજભાઈ ચતવાણી), રઘવુંશી સોશ્યલ ગ્રુપ મેઈન (ભરતભાઈ સવજાણી, સંજયભાઈ કક્કડ), રઘુવંશી સોશ્યલ ગ્રુપ (ધર્મેશભાઈ અઢીયા), નથવાણી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મેહુલ નથવાણી), દેવપરા ગ્રુપ (અશ્વિનભાઈ જોબનપુત્રા), રઘુવીર યુવા સેના- વોર્ડ નં.૮ (અમીતભાઈ અઢીયા), જયગુરૂદેવ મહિલા સમિતિ- રણછોડનગર (શોભનાબેન બાટવીયા), રઘુવંશી યુવક મંડળ- મવડી વિસ્તાર (સુધીરભાઈ સોમૈયા, નિલેષભાઈ રૂપારેલીયા, આશિષ ખગ્રામ), રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ (રંજનબેન પોપટ, અજયભાઈ સંઘાણી), લોહાણા યુવક પ્રગતિ મંડળ (યોગેશભાઈ જસાણી, અશોકભાઈ હિન્ડોચા,પરેશભાઈ તન્ના, પ્રકાશભાઈ સુચક), લોહાણા મૈત્રી મહિલા મંડળ (ઈન્દીરાબેન શિંગાળા, અંજનાબેન હિંડોચા), રઘુવંશી યુવા ગ્રુપ- વોર્ડ નં.૧૦ (ભાવેશ પોપટ, ભરત દત્તાણી, ભરતભાઈ સેતા, પ્રભુદાસ જોબનપુત્રા), રામ- રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ- ગાંધીગ્રામ (મનસુખભાઈ રૂઘાણી, રાજુભાઈ પુજારા), રઘુવંશી યુવા ગ્રુપ- ડેરી લેન્ડ વિસ્તાર (રાજુભાઈ ચોટાઈ, સંજયભાઈ કાનાબાર, જીજ્ઞેશભાઈ કાનાબાર), મહિલા મિલન કલબ (રીટાબેન જોબનપુત્રા (કોટક)), ગાંધ્રીગ્રામ રઘુવંશી સેવા સમાજ (કેતનભાઈ મીરાણી, રમેશ કક્કડ, હસુભાઈ દત્તાણી), રઘુવંશી યુથ કલબ (ધવલ મિરાણી, ચિરાગ કુંડલીયા, નિકુંજ ઉનડકટ), રઘુવંશી એકતા મિશન (અશોકભાઈ મિરાણી), રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ- મવડી વિસ્તાર (સુરેશભાઈ કાથરાણી, વિનુભાઈ પોપટ, ભદ્રેશભાઈ રાયઠઠ્ઠા, કીરીટભાઈ રાજાણી, અશોકભાઈ કારીયા), રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ- દાણાપીઠ (સંદીપભાઈ કોટેચા, સુરેશભાઈ, નલીનભાઈ બુધ્ધદેવ), રઘુવંશી ધ બેસ્ટ ગ્રુપ (દિલીપભાઈ કુંડલીયા, દોલતભાઈ ગાદેશા), રઘુવંશી ગ્રુપ- ઈન્દીરા સર્કલ ચોક (જયભારત ધામેચા), પ્રહલાદ પ્લોટ, કરણપરા ચોક (કિરીટભાઈ પાંધી) સામેલ થયેલ છે.

આ આયોજન સફળ બનાવવા માટે રઘુવંશી પરિવારના પરેશભાઈ વિઠ્ઠલાણી તથા શિલ્પાબેન પુજારા, શીતલબેન બુધ્ધદેવ, કૌશિકભાઈ માનસતા, રાજુભાઈ પોપટ, કલ્પેશભાઈ તન્ના, કલ્પેશભાઈ બગડાઈ, મેહુલભાઈ નથવાણી, ઉમેશભાઈ સેદાણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, પિન્ટુભાઈ માણેક, જતીનભાઈ દક્ષિણી, હાર્દિકભાઈ રૂપારેલ, વિપુલભાઈ કારીયા, હિરેનભાઈ કારીયા, વિપુલભાઈ મણીયાર, મહેશભાઈ કોટક, કાનજીભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૦.૫)

(3:56 pm IST)