રાજકોટ
News of Saturday, 22nd September 2018

બેકબોન કોમ્યુનિટી હોલ નવા રંગરૂપ સાથે સજ્જ : બુકિંગનો પ્રારંભ

લીફટ, લાઇટ, પાણી સહિતની સુવિધા : હાઉસીંગ કમિટિ ચેરમેન જયાબેન ડાંગર તથા એસ્ટેટ કમિટિ ચેરમેન પ્રીતિબેન પનારાના પ્રયત્ન સફળ

રાજકોટ તા. ૨૧ :મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા વધુ ને વધુ લોકોની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નાના તેમજ માધ્યમ વર્ગના લોકોને પુરતી સુવિધા મળી રહે તે માટે વોર્ડ નં.૧૩માં મનસુખભાઈ ઉધાડ તેમજ પ્રતાપભાઈ ડોડીયા કોમ્યુનિટી હોલનું રીનોવેશનની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર એક સંયુકત યાદીમા જણાવ્યું છે.

આ અંગે જયાબેન અને પ્રીતિબેનએ યાદીમાં જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં. ૧૩ના માયાણીનગર વિસ્તારમાં આવેલ બેકબોન કોમ્યુનિટી હોલને રીનોવેશન કરવું ખુબ જ જરૂરી જણાતા તંત્ર તથા શાસક પક્ષ સાથે રજૂઆત કરેલ જે અનુસંધાને રીનોવેશન કરવાનું મંજુર થતા લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરેલ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરેલ. રીનોવેશનની કામગીરી દરમ્યાન જુદા જુદા પ્રસંગો માટે બુકિંગ બંધ કરવામાં આવેલ રીનોવેશન કામગીરી પૂર્ણ થયેલ છે.

હવે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ઓનલાઈન બુકિંગ સુવિધા એસ્ટેટ શાખામાં બુકિંગ થઇ શકશે.

આ કોમ્યુનિટી હોલમાં પાયાની જેવી કે લાઈટ, પાણી, લીફટ, કર્સર મશીન, વિક્રીફાઈડ ટાઈલ્સ, તેમજ આખા કોમ્યુનિટી હોલને કલર કામ તથા રસોડાનું નવિનીકરણ વિગેરે થતા આ કોમ્યુનિટી હોલ એક નવું રૂપ રંગ આપવામાં આવ્યું છે. આ હોલની રીનોવેશનની કામગીરી પૂર્ણ થતા વિસ્તારના લોકોએ આનંદની લાગણી વ્યકત કરી હતી. હાઉસીંગ કમિટીના ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર દ્વાર રીનોવેશનની માંગણી મંજુર કરવા બદલ મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર તેમજ એસ્ટેટ શાખાના કર્મચારીઓનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.(૨૧.૨૦)

(3:56 pm IST)