રાજકોટ
News of Saturday, 22nd September 2018

ધર્મરાજ પાર્ક કા રાજાનું કાલે આસ્થાભેર વિસર્જન

રાજકોટ : ।। ઓમ ગં ગણપતયે નમઃ ।। ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ધર્મરાજ પાર્કમાં 'ધર્મરાજ પાર્ક કા રાજા' ગજાનન મહારાજ આન - બાન - શાનથી બિરાજી રહ્યા છે. છેલ્લા ૭ વર્ષથી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંપરાગત રીતે સવાર - સાંજ આરતી થાય છે. ધૂન - ભજનની રમઝટ બોલે છે. ભકિતરસ અનરાધાર વરસી રહ્યો છે. દરરોજ સેંકડો ભકતો વિધ્નહર્તા દેવના દર્શન કરીને ધન્ય બને છે. રિધ્ધિ - સિધ્ધિ માતા સાથે બિરાજતા દુંદાળા દેવ પ્રસન્નતાથી કૃપા વરસાવી રહ્યા છે. દશ દિવસીય ગણેશોત્સવની કાલ પૂર્ણાહુતિ થશે. કાલે ધામધૂમથી વિસર્જન કરવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા અરજણભાઇ કે. સિંધવ, અમૃતભાઇ ભરડવા, સંજયભાઇ પંડયા, મનોજભાઇ રાઠોડ, કૌશિકભાઇ વારા, પથુભાઇ આગરીયા, નિલેષભાઇ પટેલ, પ્રવિણભાઇ લાડવા, વિનુભાઇ ટાંક, પ્રભુભાઇ ભોજાણી, દિનેશભાઇ ગડારા, સતિષભાઇ જી. બોરીચા, ચંદનબેન સિંધવ, કૈલાશબેન પંડયા, જીજ્ઞાબેન વારા, રશ્મિબેન પટેલ, હંસાબેન શુકલ, દુર્ગાબેન કથિરીયા, જાગુબેન ટાંક, નિમીષા વોરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં ભકતો પર કૃપા વરસાવતા ગજાનન મહારાજ નજરે પડે છે.(૨૧.૨૨)

 

(3:51 pm IST)