રાજકોટ
News of Saturday, 22nd September 2018

ભાદરવી પૂનમ તથા ઓશો નવ સન્યાસ દિવસ નિમિતે

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મંગળ-બુધ નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર

પૂનમની શિબિરના આયોજક તથા સંચાલક સ્વીર્ટઝરલેન્ડના સ્વામિ પ્રેમમુર્તિ તથા સ્વામિ સત્ય પ્રકાશઃ ઓશો નવ સન્યાસ દિવસ શિબિરના આયોજકઃ સ્વામિ સત્ય પ્રકાશ તથા સંચાલક ડો. દેવાણી (સ્વામિ ધ્યાન અશોક): શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી જરૂરી

રાજકોટ : હિમાચલ પ્રદેશના મનાલીમાં એક સાધના શિબિર ઓશોના સાનિધ્યમાં તા.રર સપ્ટેમ્બર ૧૯૭૦થી પ ઓકટોબર ૧૯૭૦ સુધી યોજાયેલ. આ શિબિરનો વિષય હતો શ્રી કૃષ્ણ-લીલા અને ગીતા. આ શિબિર દરમ્યાન તા. ૨૬ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ ઓશોએ નવ સન્યાસ આપવાનું ચાલું કરેલ અને ત્યારે પ્રથમ ૨૧ જેટલા ભાઇ-બહેનોએ નવા સન્યાસ ધારણ કરેલ. ત્યારથી આ દિવસને ઓશો જગતમાં સન્યાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાને ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે બે દિવસીય ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામીતા. રપ તથા ૨૬ સપ્ટેમ્બર મંગળ તથા બુધવારના રોજ અનુક્રમે ભાદરવી પૂનમ તથા ઓશો નવ સન્યાસ દિવસ નિમિતે રાજકોટના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર બે દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પૂનમ (મંગળવાર)ની શિબિરનું આયોજન તથા સંચાલન સ્વીત્ઝરલેન્ડના સ્વામિ પ્રેમમુર્તિ તથા સ્વામિ સત્ય પ્રકાશ કરવાના છે. બુધવારે ઓશો નવ સન્યાસ શિબિરનું આયોજન સ્વામિ સત્ય પ્રકાશે કરેલ છે. શિબિરનું સંચાલન ડો. દેવાણી (સ્વામિ ધ્યાન અશોક) કરવાના છે. તેઓએ દેશમાં અનેક ઓશો ધ્યાન શિબિરોનું તથા મેડીટેશન વર્કશોપનું સંચાલન કરેલ છે.

પૂનમ (મંગળવાર)ની  શિબિરની રૂપરેખા

બપોરે ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો, દર્શન, ઓશો કિર્તન, સંધ્યા ધ્યાન, પૂનમ ઉત્સવ, સન્યાસ ઉત્સવ, ઓશો સન્યાસી મીસ્ત્રી નિતિનભાઇ (સ્વામિ દેવ રાહુલ)નું સુફિ સંત રાબીયા પરનું વિશેષ પ્રવચન, તેમજ લાફટર થેરેપીના નિષ્ણાંત ઓશો સન્યાસી સ્વામિ અંતર પથી ૬ (દિલ્હીવાળા જીતેન્દ્ર ઠક્કર)નો વિશેષ કાર્યક્રમ તથા રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદ.

ઓશો નવ સન્યાસ દિવસ (બુધવાર) શિબિરની રૂપરેખા

સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન દરરોજ નિયમિત સવારે ૬ થી ૭ છેલ્લા ૩૩ વર્ષોથી નિયમિત કરવામાં આવે છે.) સવારે ૮:૩૦થી બપોરે ૧ ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, બપોરના ૧ થી ૩ વિશ્રામ, બપોરે ૫છી ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન ઓશો ના વિવિધ ધ્યાન પ્રયોગો, ઓશો સન્યાસ આપે છે તેની દુર્લભ વિડીયો સી.ડી. બતાવવામાં આવશે. પ્રશ્નોતરી, સન્યાસ ઉત્સવ, સંધ્યા ધ્યાન, રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદ.

ઉપરોકત પૂનમની તથા નવ સન્યાસ બે દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામિ સત્ય પ્રકાશ, પુર્વીદીદી તથા ઇનર સર્કલે અનુરોધ કરેલ છે.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ

વિશેષ માહિતી તથા શિબિરમાં સહભાગીતા માટે SMS કરવા માટેઃ-

સ્વામિ સત્ય પ્રકાશઃ ૯૪૨૭૨૫૪૨૭૬, જયેશભાઇ કોટક : ૯૪૨૬૯૯૬૮૪૩, ડો. દેવાણી સાહેબ : ૯૪૨૬૯૯૪૧૫૯, જીતેન્દ્ર ઠક્કરઃ ૯૪૨૭૨૬૪૩૬૦ (૧.૧૨)

(3:49 pm IST)