રાજકોટ
News of Saturday, 22nd September 2018

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પરફોર્મ કરનાર ૨૫ બાળકોનું સન્માન

રાજકોટઃ. પૂજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝ દ્વારા 'ઓપન રાજકોટ ડાન્સ, મોડેલીંગ, ફેન્સી ડ્રેસ, યોગા, જીમ્નાસ્ટીક અને સ્કેટીંગ ડાન્સ-૨૦૧૮' ભવ્ય રીતે સંપન્ન થઈ ૪૦૦થી વધારે બાળકોએ પોતાની ટેલેન્ટ બતાવી ૧ાા વર્ષથી ૧૮ વર્ષ સુધીના આ બાળકોએ સોલો ડાન્સ, ડયુએટ ડાન્સ, ગ્રુપ ડાન્સ જેમાં ફ્રી સ્ટાઈલ, કન્ટેમ્પરરી, હીપહીપ, રોબેટીક, ફિલ્મી સ્ટાઈલ, ફોક ડાન્સ, ગરબા ડાન્સ, સ્કેટીંગ ડાન્સ જેવી અનેક આઈટમો કરી. ઈન્ટરનેશનલ આઈટમ વંદે માતરમ્ તથા જીમ્નાસ્ટીક ૮૦થી વધારે બાળકોએ રજૂ કરી ત્યારે દર્શકોએ બાળકોને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. મોડેલીંગમાં ૫૦થી વધારે બાળકોએ અવનવા કલરફુલ કપડા પહેરી કેટવોક રજૂ કર્યુ. જ્યારે ફેન્સી ડ્રેસમાં ૪૦થી વધારે બાળકોએ સુંદર મજાના સંદેશા સાથે બેટી બચાવો, બ્લેક મની, પર્યાવરણ બચાવો, મોબાઈલનો ઉપયોગ ન કરો, ભાર વિનાનું ભણતર, ગાંધીજીના વિચારો, સેવ ફુડ, સેવ ટ્રી, સુપર માર્કેટ, બુક, સોલ્જર, પોલીસ, ડસ્ટબીન, બ્લડ ડોનેટ કરો સ્ટેજ પર દર્શકો સમક્ષ રજૂ કર્યા હતા. નેશનલ તથા ઈન્ટરનેશનલ લેવલે વિજેતા થનાર ૨૫ બાળકોનું સન્માન રાજકોટના મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં દર્શીલ ગાંધી, સીમરન તંતી, કશ્યપ તંતી, ખુશ ઠક્કર, નમન પંડયા, યશ શાહ, ખ્વાબ અંતાણી, શૌર્ય ભાવસાર, ખુશી અનડકટ, રીતીશા વ્યાસ, માહી દુદકીયા, કુશ મહેતા, દ્વિતી મહેતા, નિસર્ગ કાગડા, પ્રેમ ગાંધી, યુવરાજ કુંદનાની, ફેલીકસ બાસીડા, કિયાન બાસીડા, કેવીન સિદ્ધપુરા, નિર્વેદ બાવીસી, જીગર ગોધાણીયા, આદિત્ય પટેલ, જયદેવ સોનારા, મીત ગાંધી આ બાળકોનો સમાવેશ થાય છે (૨-૨૧)

(3:40 pm IST)