રાજકોટ
News of Saturday, 22nd September 2018

ભકિતનગર રેલ્વે સ્ટેશન ઉપર અનોખું સફાઇ અભિયાનઃ મુસાફરોને રોપાઓ-ચોકલેટ આપી સ્વચ્છતા-પર્યાવરણ સંવર્ધનનો આપ્યો સંદેશ

રાજકોટઃ ૧પ સપ્ટેમ્બરથી ર ઓકટોબર સુધી રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા 'સ્વચ્છતા હી સેવા પખવાડા' ના બેનર હેઠળ અભિયાન ચલાવાઇ રહયું છે. આજના દિવસને 'સેવા દિવસ' તરીકે ભકિતનગર રેલ્વે સ્ટેશન પર અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. ડીવીઝનલ રેલ્વે મેનેજર પી.બી.નિનાવે અને એડીઆરએમ શ્રી એસ.એસ.યાદવ અને અન્ય અધિકારીઓ દ્વારા મુસાફરોને રેલ્વે પરીસરમાં અને ટ્રેનની અંદર ચોખ્ખાઇ રાખવાનો સંદેશ આપવા માટે રોપા અને ચોકલેટ વિતરીત કરી અપીલ કરવામાં આવી હતી. ભકિનગર સ્ટેશનના આસપાસના વિસ્તારમાં રેલ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બંને તરફ એપ્રોચ રોડ પર ફેલાયેલી ઝાડી-ઝાખરા, કચરો, સાફ કરવામાં આવ્યો હતો. પોસ્ટર અને એનાઉન્સ દ્વારા સ્વચ્છતા પખવાડીયા સંદર્ભે જાગૃતી લાવવા પ્રયત્નો થયા હતા.(૪.૯)

(3:40 pm IST)