રાજકોટ
News of Saturday, 22nd September 2018

દશમસ્કંધમાં 'પ્રેમ' કરતાં વેદનાને વધુ વાચા મળીઃ ડો. બળવંત જાની

રાજકોટ નાગરિક બેંક યોજીત વાંચન પરબમાં પ્રેમાનંદ નિમિત દશમસ્કંધની ભાવયાત્રા

રાજકોટઃ સામાજિક ઉતરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા વાંચન પરબમાં લેખક-હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ, સાગર સેન્ટ્રલ યુનિવર્સીટી(મધ્ય પ્રદેશ)નાં ચાન્સેલર ડો. બળવંતભાઇ જાનીએ પ્રેમાનંદ લિખિત 'દશમસ્કંધ'ની ભાવયાત્રા બેન્કની રાજકોટ ખાતેની હેડ ઓફિસ 'અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય' માં રજુ કરી હતી. તેમણે જણાવેલ કે કવિતામાંથી કથા રચવી અશકય છે પરંતુ પ્રેમાનંદે આ કાર્ય સુપેરે કર્યુ છે અને સફળ રહ્યું છે. તેમાં ૧૬૯ કડવામાં કથા રજુ કરી છે.  દશમસ્કંધ કુષ્ણના ૩૦૦ નામો પ્રાસ મેળવવા રજુ કર્યા છે. પ્રેમ તો ક્ષણિક છે. આખી જીંદગી તો સંઘર્ષ છે. આ વાસ્તવિકતા છે. માનવજીવનની. દશમસ્કંધ પ્રેમ નહિ વેદનાની વાત છે. માણસને જકડી રાખતુ કોઇ તત્વ હોય તો તે પ્રેમ નહિ પીડા છે. માનવ સંબંધો ક્ષણભંગુર છે. પ્રેમાનંદે આખ્યાનનાં માધ્યમથી લોકોને સભાન કર્યો છે. પ્રથમ કડવામાં દેવકીનાં ડૂસકાં-રઘવાટ, તલસાટ જોવા મળે છે. ત્યારબાદ યશોદાનો વલવલાટ દર્શાવ્યો છે. બાળ કુષ્ણના યશોદા સિવાયના લોકો સાથેના સંબંધોથી પીડા અનુભવતી માતાના આઠ કડવા છે. આ વાંચન પરબમાં નલિનભાઇ વસા(ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા(ઇન્ચાર્જ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા(પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), અર્જુનભાઇ શિંગાળા(ડિરેકટર), હરિભાઇ ડોડીયા(ડિરેકટર), ઘનશ્યામભાઇ ઢોલરીયા(ડિરેકટર), કાર્તિકેયભાઇ પારેખ(ડિરેકટર), કિર્તીદાબેન જાદવ(ડિરેકટર), વિનોદ શર્મા(સીઇઓ), વિવિધ શાખા વિકાસ સમિતિનાં કન્વીનર, સહ-કન્વીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવાજનો ઉપસ્થિત રહ્યો હતા. આ પ્રસંગ્રે ઘનશ્યામભાઇ ઢોલરીયા અને કિર્તીદાબેન જાદવે ડો. બળવંતભાઇ જાનીનું પુસ્તક-ખાદીનો રૂમાલ ભેટ આપી સન્માન કર્યુ હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને મનનીય સંચાલન કવયિત્રી-સીએ. સ્નેહલ તન્નાએ કયુંર્ હતું.(૨૨.૧૨)

(3:39 pm IST)