રાજકોટ
News of Saturday, 22nd September 2018

રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસ આયોજીત ગણેશ મહોત્સવમાં

યાજ્ઞિક રોડ કા રાજા : લોકોએ દાદાના દર્શન સાથે સેલ્ફી લીધી

રાજકોટ, તા. ૨૨ : રાજકોટ શહેર જીલ્લા યુથ કોંગ્રેસ તથા ઉડાન ફાઉન્ડેશન દ્વારા ''યાજ્ઞિક રોડ કા રાજા'' (રામકૃષ્ણ આશ્રમ સામે) દ્વારા સતત સાતમા વર્ષે આયોજીત મહોત્સવમાં દર વર્ષ કરતા અલગ પ્રકારની થીમ એ લોકોમાં આકર્ષણ જમાવ્યુ હતું. દરરોજ સાંજે મહાઆરતીમાં ભકિતસભર માહોલ જોવા મળ્યો હતો. દાદાના દર્શન માટે લોકોનો પ્રવાહ અવિરત રહેતો હતો અને સાથે સાથે સેલ્ફીેઅ પણ આકર્ષણ જગાવ્યુ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. હેમાંગભાઈ વસાવડા, રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી જીતુભાઈ ભટ્ટ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી પ્રદિપભાઈ ત્રિવેદી, લાભુભાઈ ખીમાણીયા, અશોકભાઈ ડાંગર, અશોકસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ ચાવડા, શરદભાઈ તલસાણીયા, મીતુલભાઈ દોંગા, સીન્ડીકેટ સભ્ય નિદતભાઈ બારોટ, ડો.ધરમભાઈ કાંબલીયા, હરદેવસિંહ જાડેજા, સેનેટ સભ્ય ડો. યજ્ઞેશભાઈ જોષી, વિવેકભાઈ હિરાણી, કોર્પોરેટરશ્રીઓ અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, ઇન્દુભા રાઓલ, યુનુસભાઈ જુણેજા, ગોપાલભાઈ અનડકટ, રણજીતભાઈ મુંધવા, એડવોકેટશ્રીઓ રક્ષીતભાઈ કલોલા, ઉદયભાઈ દેવમુરારી, સંજયભાઈ પંડ્યા, નિલેશભાઈ ગણાત્રા, ડો. જીજ્ઞેશભાઈ જોષી, ભુપેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, હેમલ બગડાઈ, આફતાબ ત્રિવેદી, રીગલ કથીરીયા, ઉદ્યોગપતિશ્રીઓ દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), હિતેન્દ્રસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ જાડેજા (નાના મૌવા), દુષ્યંતસિંહ જાડેજા, પ્રશાંતભાઈ ઉકાણી, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ પરસાણા, આઈ.સી.ઈ. કલાસીસના મૌલિકભાઈ ગોંધીયા, જનસંઘ યુવા મોરચાના અધ્યક્ષ અજયરાજસિંહ ઝાલા, યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી જયપાલસિંહ રાઠોડ, નીતીનભાઈ ભંડેરી, ભરતસિંહ જાડેજા, અમીત પટેલ, મયુરસિંહ પરમાર, હિરેન રાઠોડ, કેતન જરીયા સહિતના મહાનુભાવોએ મહાઆરતીનો લાભ લીધો હતો.

આ ઉત્સવને સફળ બનાવવા માટે સેનેટ સભ્ય રાજદીપસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મુકુંદ ટાંક, એન.એસ.યુ.આઈ. નેશનલ ડેલીગેટ આદિત્યસિંહ ગોહિલ, જામનગર યુથ કોંગ્રેસ પ્રભારી હરપાલસિંહ જાડેજા, નિલરાજ ખાચર, ઋતુરાજસિંહ ઝાલા, કેયુર રાઠોડ, જયદીપ જોષી, અમરદીપસિંહ જાડેજા, જયદીપ ગોંધીયા, કિશનસિંહ જાડેજા, નીલુ સોલંકી, દર્શન ટાંક, બોની પટેલ, રવિ જીત્યા, યજ્ઞેશ દવે, દર્શીલ મકવાણા, રાજદીપસિંહ ચુડાસમા, શકિતસિંહ ઝાલા, ચેતન મકવાણા, નરેન્દ્રસિંહ જાડેજા, મંગલસિંહ ઝાલા, રાજદેવસિંહ જાડેજા, દેવ મકવાણા, ગોવિંદભાઈ સુસરા, ભાવીન ટાંક, હરવિજયસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, અભિ પટેલ, ગીરૂભા, આશિષ વાઘેલા, યશ રાજપરા સહિતના લોકો જોડાયા હતા.(૩૭.૧૩)

(3:38 pm IST)