રાજકોટ
News of Saturday, 22nd September 2018

ખેરડીના યુવાનના મોતમાં તબીબી બેદરકારીનો આક્ષેપ

મૃતક સંજયભાઇ પરમારના પરિવારજનોની ૬ માંગણી સ્વીકારાયા બાદ મૃતદેહ સંભાળશેઃ તબીબને સજા, પ એકર જમીન, રહેવા માટે મકાન બાળકોને શિક્ષણ તથા પત્નીને આજીવન પેન્શન આપો

ભોગ બનનાર સંજયભાઇ મૃતદેહ અને બાજુમાં તેના પરિવારજનો નજરે પડે છ.ે(તસ્વીર અશોક બગથરીયા)

રાજકોટ તા. રર : કુવાડવા નજીક ખેરડી ગામના વણકર યુવાનનું અકસ્માત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. યુવાનનું મોત નિપજતા તેના પરિવારજનોએ તબીબી બેદરકારીના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.અને યુવાનના મૃત્યુ પાછળ જવાબદાર તબીબને સજા કરવા સહિતની ૬ માંગણીઓ જયાં સુધી ન સંતોષાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છ.ે

મળતી વિગત મુજબ ખેરડી ગામમાં રહેતા સંજયભાઇ વસંતભાઇ પરમાર (ઉ.૪૦) (વણકર) બુધવારે રાત્રે બાઇક પર પત્ની ભાવનાબેન સાથે જઇ રહ્યા હતા. ત્યારે ભીંચરી ગામ નજીક રોડ પર અજાણ્યા વાહનના ચાલેક બાઇકને હડફેટે લેતા  વણકર દંપતી ફંગોળાઇ જતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ઓપરેશન બાદ ગઇકાલે વણકર યુવાનને આંચકીઓ આવ્યા બાદ અચાનક મૃત્યુ નિપજયું હતું. અને પત્ની હાલ સારવાર હેઠળ છે. મૃતક સંજયભાઇ બેભાઇ એક બહેનમાં મોટા હતા તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તે સીકયુરીટીમાં નોકરી કરતા હતા.

આ બનાવમાં મૃતક સંજયભાઇના પરિવારજનોએ તબીબી બેદરકારીના  આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો પ્ર.નગર પોલીસને જાણ થતા પીઆઇ કાતરીયા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. અને મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો દરમ્યાન હોસ્પિટલમાં ટોળુ એકઠુ થઇ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બીજી તરફ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને મૃતદેહ સ્વીકારી લેવા સમજાવવા પ્રયત્નો હાથ ધરાયા હતા. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, સંજયભાઇના મૃત્યુ પાછળ જવાબદાર તબીબને સજા કરવા, તેમજ તેના પરિવારને પ એકર ખેતીની જમીન આપવા રહેવા માટે મકાન, તેના બાળકોને શિક્ષણનો ખર્ચ, તેના પત્નીને આજીવન પેન્શન અને તેના પરિવારના સભ્યને સરકારી નોકરી આપવા સહિત ૬ માંગો કરાઇ છે જે પૂર્ણ થયા બાદ મૃતદેહ સ્વીકારવામાં આવશે તેમ જણાવ્યું છે.(૬.૧૮)

(12:10 pm IST)