રાજકોટ
News of Thursday, 22nd August 2019

મચ્છરોના ઘર સમી ૯ બાંધકામ સાઇટોને નોટીસો

ડ્રીમ હીલ, સનરાઇઝ, સેન્ચ્યુરી હાઇટસ, જનાના હોસ્પીટલ, જૂની કલેકટર કચેરી, વિજ કચેરી સહિતની (ર૭) બિલ્ડીંગોમાં મચ્છરોની ઉત્પતી અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડની ટીમ દ્વારા ચેકીંગ

રાજકોટ તા. રર :.. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની ટીમે આજે શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છરોનાં ઘર સમી બાંધકામ સાઇટોમાં મચ્છર ઉત્પતીનું ચેકીંગ કરી ૯ બાંધકામ સાઇટનાં સંચાલકોને મચ્છરોની ઉત્પતી અટકાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવા નોટીસો ફટકારી હતી.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેર ડેન્ગ્યુરોગ માટે સંવેદનશીલ છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરચોખ્ખાઅને સ્થિળપાણીમાં ઉત્પન્ન થાય છે. મચ્છરઉત્૫તિ અટકાયત માટે હાલ જે ઝુબેશશરૂ કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે બાંઘકામની જગ્યાએ લીફટના ખાડા બાંદ્યકામ માટે ભરી રાખવામાં આવતા પાણી તથા સેલરમાં ભરાઇ રહેતા પાણીમાં મચ્છરની ઉત્પતિમળી આવે છે.એેડીસમચ્છર દિવસે જ કરડે છે. તથા ૧૦૦ થી ૩૦૦ મીટર સુદ્યીઉડી શકતા હોય જયાં ઉત્પન્ન થઇ આજુ બાજુ રોગ ફેલાવેછે. આથી બાંઘકામસાઇટ૫ર કામ કરતા તથા બાંઘકામસાઇટ ૫ર જ રહેતા મજુરોના ૫રિવારજનો ને ડેન્ગ્યુ થવાનો ભય રહે છે.

મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે કમિશનર બંછાનિધી પાનીની સુચનાઅન્વયેઆરોગ્ય અધિકારી પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ રૂપે બાંધકામ સાઇટો ૫ર મચ્છર ઉત્૫તિ કેન્દ્રોના નાશ માટે કામગીરી કરવામાં આવેલ છે. જેમાં  શ્યામલ ઉપવન- મવડી  ચોકડી, અક્ષર - મવડી  ચોકડી, સેન્ચ્યુરીહાઈટ્સ - મિલન પાર્ક, સન રાઈઝ - જીવરાજ પાર્ક, નચિકેતાસ્કુલ પાસે, સન ગ્લાસ ડેવલોપર્સ - જીવરાજ પાર્ક, નચિકેતાસ્કુલ પાસે, ડ્રીમહિલ - જીવરાજ પાર્ક, નચિકેતાસ્કુલ પાસે, શાંતિ બાંધકામ - ગુરુજી નગર આવાસ, સુવર્ણભૂમિ - જીવરાજ પાર્ક, ફોર્ચ્યુન - જીવરાજ પાર્ક, સાનિધ્ય ૨૫૩ - સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, પ્રદ્યુમન એપાર્ટમેન્ટ - સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, વસંત એવન્યુ - સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, ફોર્ચ્યુનવીંઝા - સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, નીત્યમવિલા - કુવાડવા રોડ, કુવાડવા રોડ૫રની બાંધકામસાઇટ, કુવાડવા રોડ૫રની બાંધકામસાઇટ, ૮૦ ફૂટ રોડ, કિંજલ પાર્ક ૫રની બાંઘકામસાઇટ, ૮૦ ફૂટ રોડ, કિંજલ પાર્ક ૫રની બાંઘકામસાઇટ, જનાના હોસ્પિટલ - હોસ્પિટલ ચોક, પોલીસ આવાસ - પોલીસ આવાસ કવાટર, ફેમીલી કોર્ટ - જૂની કલેકટર કચેરી, દાસ સ્ટેટસ - મવડીમેં.રોડ, જૂની પપૈયાવાડી ૫રની બાંધકામસાઇટ, દ્વારકેશહાઈટ્સ - જૂની પપૈયાવાડી, શેડ રીનવેશન - સમ્રાટ ઇન્ડસ્ટ્રી એરિયા, ટપુભુવન - ૨૫રની બાંઘકામસાઇટ, પી.જી.વી.સી.એલ. - ખોડિયાર નગર મેં.રોડ વગેરે વિસ્તારોમાં કૂલ - ૨૭ બાંઘકામસાઇટનોમચ્છર ઉત્૫તિ સબબ તપાસ કરવામાં આવેલ જેમાં મચ્છર ઉત્૫તિ મળી આવેલ હોય તેવી કૂલ - ૯ બાંઘકામ સાઇટને નોટીસ આ૫વામાં આવેલ છે. આ૫ણા કામકાજના સ્થળે તેમજ ઘરમાં ડેન્ગ્યુમચ્છરના પોરા ન થાય જોવાનીજવાબદારીઆ૫ણી જ છે. શહેરનાં  દરેક નાગરિકને અપીલછેકે,તેઓએ આ બાબતેજાગૃતથાય અનેડેન્ગ્યુ, મેલરિયા તથા ચિકુનગુનિયા જેવા રોગોને અટકાવવાના રાજકોટ મહાનગરપાલિકાના પ્રયત્નોમાં પૂરે પૂરો સહયોગ આપવા તંત્ર અપિલ કરવામાં આવી છે.

(4:17 pm IST)