રાજકોટ
News of Thursday, 22nd August 2019

યુનિવર્સિટીમાં સામાન્ય જ્ઞાનની કાર્યશાળા

રાજકોટ : સીસીસી અને સીસીડીસી, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે ઓકટોબર માસમાં યોજાનારા જી.પી.એસ.સી.વર્ગ-૧ અને ર ના ચાલીસ માર્કના અગત્યના મુદ્દાઓની તૈયારી સચોટ રીતે થઇ શકે અને છાત્રોને સફળતા મેળવવામાં ઉપયોગી થાય તે માટે નડિયાદ-અમદાવાદ જનરલ સ્ટડીના તજજ્ઞ પ્રફુલ્લભાઇ ગઢવીને બોલાવવામાં આવેલ. પ્રફુલ્લભાઇ ગઢવીએ ભાગ લેનાર ૪૫૦ થી વધારે છાત્રોને સામાન્ય જ્ઞાનના મહત્વના મુદ્દાઓ જેવા કે જાહેર વહીવટ, પર્યાવરણ, ડીજાસ્ટર મેનેજમેન્ટ, પ્રવર્તમાન પ્રવાહો વગેરેની સધન તાલીમ સાથે ભુતકાળની પરિક્ષાઓના અનુભવો અને આવનારી પરિક્ષાઓમાં સફળતા મેળવવા કયા પાસાઓ ઉપર ધ્યાનકેન્દ્રિત કરી તૈયારી કરી શકાય તે મુજબ તાલીમ તેમના અનુભવના નિચોળ સાથે આપેલ. તાજેતરમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય બનાવો સંદર્ભે પ્રવર્તમાન પ્રવાહો કયા પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરવા જોઇએ અને તેની નોટસ તૈયાર કરવા માર્ગદર્શન આપેલ હતું.

કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં કુલપતિ પ્રો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, સિન્ડીકેટ સદસ્યો ડો. ભાવિનભાઇ કોઠારી, પ્રો. ગિરીશભાઇ ભીમાણી, ડો. ધરમભાઇ કાંબલીયા, પ્રો. પ્રફુલ્લાબેન રાવલ, પ્રિન્સિપાલ (ડો) નીદ્તભાઇ બારોટ, સી.સી.ડી.સી. ના સંયોજક પ્રો. નિકેશભાઇ શાહ, ડો. સંજયભાઇ પંડયા, ડો. યોગેશભાઇ જોગસણ, ડો. ભરતભાઇ કટારીયા, ડો. અશ્વિનીબેન જોષી, ડો. શ્રદ્ધાબેન બારોટ, ડો. પિયુષભાઇ સોલંકી, ડો. રંજનબેન ખૂંટ, ડો. હસુભાઇ ચાવડા, તથા બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે જનરલ સ્ટડીઝના એનસાયકલોપિડીયા તરીકે ઓળખાતા તજજ્ઞ પ્રફુલ્લભાઇ ગઢવીનુંસારસ્વત સન્માન યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિના હસ્તે કરવામાં આવેલ.

કાર્યક્રમમાં ડો. નિદ્તભાઇ બારોટ અને ડો. ભાવિનભાઇ કોઠારીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવેલ કે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં લાયબ્રેરી તથા હોસ્ટેલનો લાભ મળે અને સાથે માસ્ટર ડિગ્રીનો અભ્યાસક્રમ પણ કરી શકાય તે પ્રકારે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ એડમિશન મેળવી રહયા છે. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. સંજયભાઇ પંડયાએ અને આભારવિધી ડો.યોગેશભાઇ જોગસણે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ટીમ સી.સી.ડી.સી. ના સર્વશ્રી સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશિષભાઇ કીડીયા, હિરાબેન કિડીયા, સોનલબેન નિમ્બાર્ક અને કાંતિભાઇ જાડેજા એ જહેમત ઉઠાવેલ હતી.

(4:03 pm IST)