રાજકોટ
News of Thursday, 22nd August 2019

શકિત યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણીઃ ૨૧ ફૂટના હિંડોળા દર્શન ખુલ્લા મુકાયા

રાજકોટઃ શકિત તુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વેય મવડી મેઈન રોડ પર ૨૧ ફૂટના હિંડોળા દર્શન ખુલ્લા મુકતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, રાજકોટના ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, વોર્ડ નં.૧૩ પ્રભારી રાજુભાઈ બોરીચા, પ્રમુખ હસુભાઈ ચોવટિયા, મહામંત્રી પ્રવિણભાઈ રાઠોડ, યોગેશભાઈ ભુવા, માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી ચુડાસમા, પી.એસ.આઈ. શ્રી જોગરાણા, જગદીશભાઈ અકબરી, અશોકભાઈ ભરવાડ, શૈલેશભાઈ ડાંગર, સુરેશભાઈ રાઠોડ, રમેશભાઈ બાલસરા, અજીતભાઈ ડાંગર, અશ્વિનભાઈ જળુ, નીરવભાઈ રાયચુરા, જોષી અદા, ગોવિંદભાઈ ટોયટા, કીર્તિભાઈ ખુમાણ, ધીરુભાઈ તરાવિયા તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં શકિત યુવા ગ્રુપના મેમ્બરો અશોકભાઈ ભરવાડ, શૈલેશભાઈ ડાંગર, જગદીશભાઈ અકબરી (એસ.એસ.મીઠાઈ) મુન્નાભાઈ ભરવાડ, પ્રફુલભાઈ કગથરા, આશિષ પટેલ, જાનીભાઈ, મહાવીરભાઈ ખુમાણ, બાલાભાઈ વાંજા, સુરેશભાઈ રાઠોડ, રમેશભાઈ બાલસરા, નવનીતભાઈ જાદવ, અશ્વિનભાઈ જળુ, વિજયભાઈ વીરડીયા, અજીતભાઈ ડાંગર, શકિત યુવા ગ્રુપની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)