રાજકોટ
News of Thursday, 22nd August 2019

નવા રીંગ રોડ ઉપર પાણી ભરાયા : રીપેરીંગ કામ કરાવાયુ

રાજકોટ : શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જામનગર રોડ (ઘંટેશ્વર)થી ગોંડલ રોડ (નેશનલ હાઈવે)ને જોડતા રીંગ રોડ-૨માં તાજેતરમાં પડેલ ભારે વરસાદને કારણે જામનગર રોડથી કાલાવડ રોડ જતા મુંજકા ગામ પાસે સતોધન પાર્ટી પ્લોટની બાજુમાં ભુગર્ભ ગટરના રોડ ક્રોસીંગની જગ્યાએ રોડને નુકશાન થયેલ તથા મોટામવા ગામ પાસે કરણ અર્જુન પાર્ટી પ્લોટની બાજુમાં અંદાજે ૧૫ મિટરમાં સ્પીડ બ્રેકર પાસે વરસાદી પાણીના ભરાવવાના કારણે ડામરની ઉપરની સરફેસ ધોવાઈ ગયેલ તથા પોટ હોલ્સ પડેલ. આ સમગ્ર કામગીરી કોન્ટ્રાકટર દ્વારા તેમના ગેરેન્ટી પીરીયડમાં હોય તેમાં ખર્ચે કરાવવાની નોટીસ સત્તામંડળ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ. જે અનુસંધાને એજન્સી દ્વારા તાત્કાલીક અસરથી તેનું રીપેરીંગ કામ તેમના સ્વખર્ચે કરી આપેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(3:45 pm IST)