રાજકોટ
News of Thursday, 22nd August 2019

સાતમ આઠમ ઉમંગથી મનાવજો : પર્વની શુભેચ્છા પાઠવતા ભંડેરી-ભારદ્વાજ-નરેન્દ્રબાપુ-મિરાણી

રાજકોટ તા. ૨ર : શ્રાવણ માસના સાતમ આઠમના તેહવારોનો પ્રારંભ થયો હોય શહેરીજનોએ ઉમંગભેર પર્વ મનાવવા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે શુભેચ્છા પાઠવતા જણાવેલ છે. ગોકુલાષ્ટમી એટલે કૃષ્ણ જન્મનો તહેવાર. આ દિવસની ઘરે ઘરે અને મંદિરોમાં ઉમંગથી ઉજવણી કરવામાં આવે છે. જેનો ધર્મમય આનંદ લેવા જણાવેલ છે.

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ)એ પણ જનસમુદાયે અદમ્ય ઉત્સાહથી તહેવાર મનાવવા શુભેચ્છા પાઠવી છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે પણ શહેરીજનોને  જન્માટમી પર્વની શુભેચ્છા પાઠવી જણાવેલ છે. ઠેરઠેર યોજાતા મટકી ફોડ, ફલોટ સજાવટના કાર્યક્રમોમાં ઉત્સાહભેર સામેલ થઇ જવા અપીલ કરી છે.

(3:41 pm IST)