રાજકોટ
News of Thursday, 22nd August 2019

બેડીપરામાં જમ્મુ-કાશ્મીર, લદાખ અને ઇન્ડિયા ગેટની નયનરમ્ય આકૃતિઓ બનાવાઇ

મટકાફોડ, રાસોત્સવના કાર્યક્રમોઃ કનૈયા ગ્રુપ દ્વારા આયોજન

રાજકોટઃ જન્માષ્ટમીની ઉજવણીનો ઠેર ઠેર થનગનાટ જોવા મળી રહૃયો છે. ત્યારે આજી સાંઇ મંદિર પાસે બેડીપરાના કનૈયા ગ્રુપના સભ્યો સાતમો જન્માષ્ટમી મહોત્સવ ઉજવવા જઇ રહ્યા છે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે મટકી ફોડ, રાસોત્સવ અને કેક કાપવામાં આવશે.

કનૈયા ગ્રુપ દ્વારા કેન્દ્રશાસિત જમ્મુ-કશ્મીર, લદાખ અને ઇન્ડિયા ગેટની અલગ જ નયનરમ્ય આકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. ઇસરોએ અવકાશમાં છોડવામાં આવેલ ચંદ્રયાન-રની પણ પ્રતિકૃતિ સુંદર રીતે બનાવામાં આવી છે. આ પ્રતિકૃતિ નિહાળવા શહેરીજનોને પણ આવકાર્યા છે.

આ આયોજનને સફળ બનાવવા કનૈયા ગ્રુપ(બેડીપરા)(મો. ૯પ૭૪ર ૦૪૮૦૭)ના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:38 pm IST)