રાજકોટ
News of Thursday, 22nd August 2019

હસનવાડીમાં ગોકુળની નગરી બનશે

ગાય સાથે નંદબાબા- ગોવાળો નિહાળી શકાશેઃ ગરબી મંડળની બાળાઓ રાસ રમશે, મટકી ફોડનો પણ કાર્યક્રમઃ રંગીલા યુવા ગ્રુપનું આયોજન

રાજકોટ,તા.૨૨: જન્માષ્ટમી પર્વ અંતર્ગત  કંઈક  અનુખુ એવુ આયોજન કરવામાં આવ્યું છે. હસનવાડીને ગોકુળનું મીની રૂપ આપવામાં આવશે. જેમાં કાનુડાના જન્મ વખતે લીલોતરી, નંદબાબા, ગાયો તેમજ ગોવાળો દ્વારા મીની ગોકુળને નિહાળી શકાશે. તા.૨૪ શનિવારે રાત્રે ૮ ડિસ્કો દાંડીયા (ડી.જે.)ના સંગ રાખેલ છે. આ ઉપરાંત કાનુડાના જન્મ વખતે માખણની મટકી તેમજ ફુગ્ગાઓના અનેરૂ ડેકોરેશન કરવામાં આવશે. સસ્પેન્સ  પણ રાખવામાં આવેલ હોવાનું આયોજકોએ જણાવેલ. જે તા.૨૪ શનિવારે રાત્રે ૧૨ કલાકે નિહાળી શકાશે.

આયોજનને સફળ બનાવવા માટે શ્રી રંગીલા યુવાગ્રુપના પ્રમુખ કાનાભાઈ જે.ડાભી, અનીલભાઈ કલોલા, અજયભાઈ સીતાપરા, રવિરાજભાઈ મંડીર, કિશનભાઈ પરમાર, મહંતશ્રી દિનુબાપુ, સંજયભાઈ ગોહીલ, લખનભાઈ પરમાર, મનીષભાઈ ટાંક, જીતુભાઈ પંડ્યા, અશોકભાઈ પીઠડીયા, વિરાજભાઈ ભેડા, યશપાલભાઈ ડોડીયા, ભાર્ગવભાઈ ટાંક, લવલીભાઈ ડીગ્રા, રાજુભાઈ પરમાર, વાળા ગ્રાફીકસના એજાઝભાઈ વાળા, જશાભાઈ ડાભી, યશ ડાભી, ધર્મેશ ડાભી, ઘનશ્યામ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:36 pm IST)