રાજકોટ
News of Thursday, 22nd August 2019

જુગારના પાંચ દરોડામાં ૩૦ ઝડપાયા

માર્કેટીંગ યાર્ડમાંથી ૨, બાબરીયા કોલોનીમાંથી ૬, કોઠારિયા કોલોનીમાંથી ૧૧, આજીડેમ માધવ વાટીકામાંથી પ અને સદરબજાર પાસેથી ૬ પકડાયા

રાજકોટ તા.૨૨: શહેરમાં અલગ પાંચ સ્થળે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘોડીપાસા અને તીનપતીનો જુગાર રમતા ૩૦ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજયકુમાર ચૌધરીની સૂચનાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુગાર અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં બીડીવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, હેડ કોન્સ વિરમભાઇ ધગલ, મોહસીન ખાન મલેક, મહેશભાઇ ચાવડા, કિરણભાઇ હંસરાજભાઇ,  એભલભાઇ, કેતનભાઇ, તથા હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે માર્કેટીંગ યાર્ડ શેડ નં.૩ ડુંગળી વિભાગ પાસે દરોડો પાડી જુગાર રમતા હરેશ લાખાભાઇ મકવાણા (ઉ.વ.૩૫)(રહે.રાજપરા તા.ચોટીલા) તથા રમેશ ભગાભાઇ ચાવડીયા (ઉ.વ.૨૭) (રહે.પડધરી ગીતાનગર)ને પકડી લઇ રૂ.૪૨૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

ભકિતનગર પોલીસે ૧૭ને ઝડપી લીધા

બાબરીયા કોલોનીમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા સહિતની ટીમે બાબરીયા કોલોની શેરી નં.૧/૬માં રણજીતસિંહ ભુપતસિંહ બારડના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા રણજીતસિંહ બારડ તથા ગજરાબા નરેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૩૯), સામત ઉર્ફે ધમો રામભાઇ જેસડ (ઉ.વ.૩૪), રાજેશ જયંતીભાઇ રામાવત (ઉ.વ.૪૦)અને રીતેશ દિલીપભાઇ દુધરેજીયા (ઉ.વ.૩૦)ને પકડી લઇ રૂ.૧૯૧૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જ્યારે અન્ય દરોડામાં પીએસઆઇ પી.બી.જેબલીયા સહિતે કોઠારિયા કોલોની કવાર્ટર નં.૫૫૪માં દરોડો પાડી કવાર્ટરમાં રહેતો પ્રદિપ બાલજીભાઇ ભંડેરી (ઉ.વ.૩૭) તથા નિશાંત કાન્તીભાઇ પરસાણઆ (ઉ.વ.૩૪), ન્યુ કિશોરભાઇ મોલીયા (ઉ.વ.૨૯), ધર્મેશ પરસોતમભાઇ મોલીયા (ઉ.વ.૩૯), હાર્દિક વલ્લભભાઇ મોલીયા (ઉ.વ.૩૨), હાર્દિક ગોરધનભાઇ ટોપીયા (ઉ.વ.૨૯) અલ્પેશ કાન્તીભાઇ રામાણી (ઉ.વ.૩૫), દિવ્યેશ ગોરધનભાઇ ટોપીયા (ઉ.વ.૩૦)હિરેન ધનજીભાઇ ગરસોદીયા (ઉ.વ.૩૩),હર્ષદ ચકુભાઇ ભાલાળા (ઉ.વ.૩૫)  અને નીલેશ રમેશભાઇ નસીત (ઉ.વ.૩૪)ને પરડી લઇ રૂ.૩૮,૪૨૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

માધવવાટીકામાંથી પાચ પકડાયા

આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે.રાઠોડનાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એસ.પટેલ, એએસઆઇ રવિરાજસિંહ, હેડ કોન્સ અશોકભાઇ, કલ્પેશભાઇ તથા યોગરાજસિંહ સહિત પેટ્રોલીગમાં હતા ત્યારે રવીરાજસિંહ તથા અશોક સિંહને મળેલી બાતમીના આધારે આજીડેમ ચોકડી માંડાડુંગર પાસે માધાવવાટીકા શેરી નં.૩ બ્લોક નં.૧૪૪માં સુરેશ ઉર્ફે જગો ભીખાભાઇ સાકરીયાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સુરેશ ઉર્ફે જગો સાકરીયા તથા અલ્પેશ અરવિંદભાઇ ત્રાપસીયા (ઉ.વ.૩૩)(રહે. માધવ વાટીકા શેરી નં.૩ બ્લોક નં.૧૪૩ આજીડેમ ચોકડી) અરવિંદ ગોવિંદભાઇ ત્રાપસીયા (ઉ.વ.૫૭) (રહે.માધવ વાટીકા શેરી નં.૩), પ્રવિણ મોહનભાઇ માલકીયા (ઉ.વ.૪૧)(રહે.ન્યુ ગાંધી સ્મૃતી સોસાયટી) અને પ્રવિણ સામતભાઇ ચૌહાણ (ઉ.વ.૩૧) (રહે.તીરૂમાલા સોસાયટી શેરી નં.૧)ને પકડી લઇ રૂ.૮૦૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

સદરબજારમાં ઘોડી પાસા રમતા છ પકડાયા

સદરબજાર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા જયદીપભાઇ ધોળકીયાને બાતમી મળતા પીઆઇ વી.એમ કાતરીયા, પીએસઆઇ ઓ.પી.સીસોદીયા, અરવીંદભાઇ અશોકભાઇ, હેમેન્દ્રભાઇ, જયદીપભાઇ, મનજીભાઇ, પ્રદિપસિંહ,શકિતસિંહ તથા જયેન્દ્રસિંહ સહિતે સદરબજારમાં દુર્ગેશ હોટલની બાજુની શેરીમાં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા જુસબ દોસુભાઇ ખેરાણી (ઉ.વ.૪૦) (રહે.ભીલવાસ શેરી નં.૪),નુરો હનીફભાઇ કસાઇ (ઉ.વ.૨૯) (રહે.ભીલવાસ શેરી નં.૨), યુસુફ ઉર્ફે બકરો હબીબભાઇ ખેભર (ઉ.વ.૪૨)(રહે.ભીલવાસ), જાગીદ મહંમદભાઇ બુખારી (ઉ.વ.૪૬)(રહે. ભીલવાસ સામે), મહેબુબ અબુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨)(રહે.સદર ખાટકીવાસ શેરી નં.૪)અને ઇમરાન હસનભાઇ દલવાડી (ઉ.વ.૨૬)(રહે.સદરખાટકીવાસ શેરી નં.૪)ને પકડી લઇ રૂ.૧૧,૬૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:33 pm IST)