રાજકોટ
News of Thursday, 22nd August 2019

કોઠારીયા રોડ પર સંજયભાઇ રાંકની કોલ્ડ્રીંકસની દુકાનમાં ૭૦ હજારની ચોરી

ભકિતનગર પોલીસે એક શખ્સને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી

રાજકોટ તા. રર :.. શહેરના કોઠારીયા રોડ પર વીર ભગતસિંહ શોપીંગ સેન્ટરમાં આવેલી કોલ્ડ્રીંકસની દુકાનમાં થયેલી ૭૦ હજારની ચોરીમાં ભકિતનગર પોલીસે એક શખ્સને સકંજામાં લઇ લીધા હતાં.

મળતી વિગત મુજબ સત્યમ પાર્ક શેરી નં. ૩ માં રહેતા સંજયભાઇ છગનભાઇ રાંકની કોઠારીયા રોડ પર વીર ભગતસિંહ શોપીંગ સેન્ટરમાં આવેલ સાગર પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં નવ  દિવસ પહેલા તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી પત્ની ચેતનાબેનની સોનાની બે બંગડી તથા રૂ. ૩૦ હજારની રોકડ સહિત રૂ. ૬૯૦૦૦ ની માલમતા ચોરી ગયા હતાં. આ બનાવ અંગે સંજયભાઇ રાંકે ભકિતનગર પોલીસ મથકમાં  ફરીયાદ નોંધાવતા પીએસઆઇ પી. બી. જોબલીયા સહિતે એક શખ્સને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

(3:33 pm IST)