રાજકોટ
News of Thursday, 22nd August 2019

ઈન્દિરા સર્કલે ૩૭૦ નાબુદી - અખંડ ભારતની થીમ ઉપર સુશોભન : અમરનાથ - બાર જયોતિર્લીંગ દર્શન

આજે સાંજે પૂ. ગુરૂજી વિજયભાઈ જોષીના હસ્તે ઉદ્દઘાટન : આઠમે ૫૬ ભોગ, હિંડોળા દર્શન, ઘોડીરાસ, રાસગરબા, મટકીફોડ : કનૈયા સોશ્યલ ગ્રુપનું આયોજન

આ આયોજનમાં કમલેશભાઈ મિરાણી (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), ખોડાભાઈ સભાડ, પુષ્કરભાઈ પટેલ, વિક્રમભાઈ પૂજારા, રમેશભાઈ ધામેચા, મયંકભાઈ મોદી (મોદી એસ્ટેટ) તેમજ મેહુલ સભાડ (મો.૮૯૮૦૦ ૭૦૦૮૭), કૌશિક સભાડ, વિજય સભાડ, રવિ સભાડ, ભાવેશ સભાડ, રવિ મનાભાઈ સભાડ, જીજ્ઞેશભાઈ બાંભવા, જયેશભાઈ સાટીયા, ધવલ કાનાબાર, જયભારત ધામેચા, ઉમેશ ડાભી, વિરેન્દ્રસિંહ જાડેજા, કિશનસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, કરણ કાકડીયા, સાગર સભાડ,શનિ સભાડ, ગોપાલ સંભાડ, કિશન સંભાડ તથા ગ્રુપની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૨ : શહેરના ઈન્દિરા સર્કલ ખાતે કનૈયા સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે ગુરૂવારે સાંજે ૫ કલાકે જન્માષ્ટમી મહોત્સવનું ઉદ્દઘાટન શ્રી ગજાનંદ આશ્રમ - માલસરના પૂ.ગુરૂજી વિજયભાઈ જોષી દ્વારા કરવામાં આવશે.

કનૈયા સોશ્યલ ગ્રુપ દ્વારા આ વખતે ખાસ અમરનાથજીની ગુફા દર્શન બનાવવામાં આવી છે. તેમજ પવિત્ર શ્રાવણ માસમાં બાર જયોતિર્લિંગના દર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આઠમના દિવસે ખાસ ૫૬ ભોગ તેમજ હિંડોળા દર્શન, ઘોડી રાસ, રાસ - ગરબા અને રાત્રે ૧૨ કલાકે મટકી ફોડ નો કાર્યક્રમ રાખેલ છે.

આ વખતે ખાસ કલમ ૩૭૦ અને ૩૫ એ નાબુદી અને અખંડ ભારતની થીમ પર સુશોભન કરાયુ છે.

જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન તા.૨૨ થી ૨૬ સુધી રોજ રાત્રે ૯ થી ૧૨ સુધી રાસ - ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભાવિકોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:33 pm IST)