રાજકોટ
News of Thursday, 22nd August 2019

નશો કરેલી હાલતમાં જયવીર ચોથા માળેથી પટકાયોઃ ગંભીર ઇજા

ગોંડલ રોડ પર નવી બની રહેલી આવકાર રેસિડેન્સીમાં બનાવ

રાજકોટ તા. ૨૨: ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાસે નવા બની રહેલા આવકાર રેસિડેન્સીની સાઇટ પર કડીયા કામ કરતો મુળ એમપીનો જયવીર રાજવીરભાઇ રજપૂત (ઉ.૨૮) રાત્રીના ચોથા માળેથી પડી જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. સવારે ભાનમાં આવેલા આ યુવાને પોતે નશામાં હોઇ કઇ રીતે પડી ગયો તેની ખબર ન હોવાનું રટણ કર્યુ હતું. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

(11:12 am IST)