રાજકોટ
News of Thursday, 22nd August 2019

દિવાળી પહેલા ભાંગેલા-તુટેલા રસ્તા રીપેર કરોઃ કોંગ્રેસ

વરસાદથી રસ્તાઓને કરોડોની નુકશાની કોન્ટ્રાકટરો પાસે વસુલોઃ તાત્કાલીક સર્વે કરાવોઃ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા ઉપનેતા મનસુખભાઇ કાલરિયાની માંગ

રાજકોટ તા. ર૧ : મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા ઉપનેતા મનસુખભાઇ કાલરીયાની સંયુકત યાદી જણાવે છે કે શહેરમાં શાસકો અને કોન્ટ્રાકટરની મીલીભગતથી શહેરભરમાં કરોડોના નવે નવા રસ્તાઓનું ભંગાણ થયેલ છે અને શહેરીજનોને પારાવાર હાડમારી વેઠવી પડે છે.

મહાનગરપાલિકાની સાથેજ કનક રોડ ફાયર બ્રિગેડ પાસે પણ રસ્તો ભાંગીને ભુકકો થઇ ગયેલ છે તદ્દઉપરાંત શહેરભરમાં મુખ્ય રસ્તાઓ અને ગત વર્ષે થયેલ ડામર કામોનું ધોવાણ લોકોને પારાવાર હાડમારી વેઠવી પડે છે. ત્યારે મહાનગરપાલિકાનું નિંભર તંત્રએ વરસાદ બાદ  મોરમપાથરી હતી. અને સામાન્ય વરસાદે આ મોરમ ધોઇ નાખી છે જેથી ખાડાઓ યથાવત રહેતા જાનહાની થવાની દહેશત છે.

આમ વોર્ડ નં. ૧ થી ૧૮ માં ગત વર્ષે ગેરંટી વાળા ડામર રોડનુ ભંગાણ થયેલ હોય તો તેનો તમામ ખર્ચ પ્રજાના શીરે નાખવાને બદલે જે તે કોન્ટ્રાકટર પાસેથી વસુલવા કોંગ્રેસે માંગ ઉઠાવી છે. તમામ રસ્તાઓ દિવાળી પહેલા નવા નકકોર બનાવવા નેતા-ઉપનેતા એ માંગ ઉઠાવી છે.

(4:13 pm IST)