રાજકોટ
News of Thursday, 22nd August 2019

રોકડિયા મહાદેશ

રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી આસ્થા સોસાયટીમાં આવેલા નીલકંઠ મહાદેવને શ્રાવણની ઉજવણીના ભાગરૂપે અસલી ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર નવી નોટનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પચાસ રૂપિયાથી લઇને બે હજાર સુધીની નોટના આ શણગારમાં કુલ ૩,પ૯,૦૦૦ રૂપિયાની નોટનો વપરાશ કરવામાં આવ્યો હતો. સૌથી સારી વાત એ છે કે મહાદેવને ચડાવવામાં આવેલી આ તમામ રકમ સરકારી સ્કુલનાં બાળકોને જરૂરીયાત હશે એ મુજબની ભણવાની ચીજવસ્તુઓ લઇ આપવામાં ખર્ચવા માટે આવશે. રૂપિયાના આ શણગાર માટે એકત્રિત કરાયેલી રકમ પણ મંદિરની દાનપેટીમાંથી નહીં, પણ સ્વયંસેવકોએ પોતાના ખિસ્સામાંથી આપી છે.

 

(3:13 pm IST)