રાજકોટ
News of Wednesday, 22nd August 2018

કોંગ્રેસના સંમેલનમાં કોળી સમાજ ઉમટી પડયોઃ અમિત ચાવડાનું ભવ્‍ય સ્‍વાગત

રાજકોટ :. આજે હેમુ ગઢવી હોલમાં યોજાયેલ કોંગ્રેસનું કોળી સમાજ માટેનું સંમેલન શરૂ થયુ તે વખતની તસ્‍વીરોમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું સ્‍વાગત થયુ હતું તે નજરે પડે છે. તેઓની સાથે શહેર પ્રમુખ મહેશ રાજપૂત, પ્રભાતભાઈ ડાંગર સહિતના આગેવાનો દર્શાય છે. તેમજ આ કોળી સંમેલનનું દીપ પ્રગટાવી પ્રારંભ કરાવી રહેલા કોંગ્રેસના દિગ્‍ગજ નેતાઓ દર્શાય છે તથા કોળી સમાજના સૌરાષ્‍ટ્રભરના આગેવાનો અને કાર્યકરોથી હેમુ ગઢવી હોલ ખચાખચ ભરાય ગયો હતો તે દર્શાય છે તથા મંચ પર બેઠેલા કોંગી ધારાસભ્‍યો અને સંગઠનના હોદેદારો દર્શાય છે. આ સંમેલનમાં કોંગી ધારાસભ્‍યો બાબુભાઈ વાજા, રૂત્‍વીજ મકવાણા, રાજુભાઈ ગોહેલ, પરસોતમભાઈ છાબરીયા, વિમલભાઈ ચુડાસમા, માજી સંસદીય સચિવ શામજીભાઈ ચૌહાણ, સુરેન્‍દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન, પૂર્વ ધારાસભ્‍ય જેઠાભાઈ જોરા અને રણછોડભાઈ મેર, પ્રદેશ મંત્રી દિનેશભાઈ મકવાણા, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા, ચંદ્રીકાબેન ચુડાસમા, પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર સહિતના નેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(6:45 pm IST)