રાજકોટ
News of Wednesday, 22nd August 2018

કડીયા નવ લાઇનમાં 'આગળ જવાનું નથી' કહી રામનાથપરાના બે સિંધી ભાઇ પર ટોળાનો હુમલો

એક શખ્સે ગાળાગાળી કર્યા બાદ સિંગલ ફેશનમાંથી સાતેક શખ્સોએ ધસી આવી ધોકા, ટિફીન, છરીથી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૨: રામનાથપરા મેઇન રોડ પર શેરી નં. ૫ સામે કોૈશર બેકરીની બાજુમાં રહેતાં અને ઘર પાસે જ હિરાનંદ મેઘરાજ નામે કરિયાણાની દૂકાન ચલાવતાં સિંધી યુવાન અને તેના કાકાના દિકરા ભાઇને કડીયા નવ લાઇન સિંગલ ફેશન નામની દૂકાન પાસે અજાણ્યા સાત-આઠ શખ્સોએ મળી ટીફીન, લાકડાના ધોકાથી માર મારી છરીથી ઇજા કરતાં પોલીસે રાયોટનો ગુનો નોંધ્યો છે. એકટીવા ચાલકે આડુ વાહન નાંખી આગળ જવાની ના પાડી ડખ્ખો કર્યાનું ખુલ્યું છે.

બનાવ અંગે એ-ડિવીઝનના પીએસઆઇ કે. એ. જાડેજાએ રામનાથપરામાં રહેતાં આથી બંને ભાઇઓએ આગળ શું કામ નથી જવાનું? તેમ પુછતાં એ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ગાળો દેવાની ના પાડતાં તેણે બૂમ પાડતાં સિંગલ ફેશનમાંથી બીજા છ-સાત શખ્સો આવ્યા હતાં અને ધોકા, ટિફીનથી હુમલો કરી એક શખ્સે છરીથી પણ હુમલો કરતાં ઇજા થઇ હતી. વિજય તથા પિત્રાઇ ભાઇ રવિને પણ કાન અને ગાલ પાસે ઇજા થઇ હતી. એ દરમિયાન બંનેના મિત્રો ત્યાંથી નીકળતાં તેણે બંનેને છોડાવ્યા હતાં.  પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે. (૧૪.૯)

(4:06 pm IST)