રાજકોટ
News of Wednesday, 22nd August 2018

જૂગારના વધુ બે દરોડાઃ ૭૮૫૦૦ની રોકડ સાથે ૧૦ શખ્સની ધરપકડ

માલવિયાનગર પોલીસ અને યુનિવર્સિટી પોલીસના ખોડિયારનગર તથા ધરમનગર કવાર્ટરમાં દરોડા

રાજકોટ તા. ૨૨: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા એસીપી બી. બી. રાઠોડની સુચના મુજબ જૂગારના દરોડાનો દોર યથાવત રખાયો છે. વધુ બે દરોડામાં ૧૦ શખ્સોની ધરપકડ કરી ૭૮૫૦૦ની રોકડ કબ્જે લેવાઇ છે.

માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ એસ. ટી. વર્કશોપ પાછળ ખોડિયારનગર-૬માં રહેતાં કેતન જયંતિભાઇ સોલંકી (ઉ.૨૯)ના ઘરમાં દરોડો પાડી તેને તથા આ વિસ્તારના જ અનિલ મેઘજીભાઇ સોલંકી (ઉ.૨૧), જયદિપ રમેશભાઇ પરમાર (ઉ.૩૦), દિલીપ મનસુખભાઇ સોલંકી (ઉ.૩૦), અલ્પેશ તીરૂભાઇ મુળીયા (ઉ.૨૫)ને પકડી લઇ ગંજીપાના અને રોકડા રૂ. ૫૧૯૦૦ કબ્જે લીધા હતાં.

પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. દિલીપસિંહ જાદવ, હરપાલસિંહ જાડેજા, મુકેશભાઇ લોખીલ, ભાવેશભાઇ ગઢવી સહિતે આ દરોડો પાડ્યો હતો.

જ્યારે યુનિવર્સિટી પોલીસે ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૧ની પાછળના ભાગે ખુલ્લા પટમાં દરોડો પાડી ધરમનગર કવાર્ટર નં. ૨૮૩માં રહેતાં રમેશપરી ધીરજપરી ગોસ્વામી (ઉ.૩૦), ધરમનગર બ્લોક નં. ૨૪ના રવિરાજ શરદભાઇ ચોૈહાણ (ઉ.૨૩), શાંતિ નિકેતન પાર્કના રવિન્દ્ર વિરજીભાઇ ચાવડા (ઉ.૩૦), ધરમનગર ૧૬/૪૫૬ના હિતેશગીરી જીવણગીરી ગોસ્વામી (ઉ.૩૨), ધરમનગર ૩૨/૯૫૯ના યાસીન હાસમભાઇ શેખ (ઉ.૨૭)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૬૬૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. ડી.વી. દવેની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડાંગર, એએસઆઇ વી. એન. કુછડીયા, કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ અને હરદેવસિંહ જાડેજા, મેહુલસિંહ ચુડાસમા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. (૧૪.૭)

(4:02 pm IST)