રાજકોટ
News of Wednesday, 22nd August 2018

મયુરનગરમાંથી મોડી રાત્રે ૩૦૦ બોટલ દારૂ જપ્ત કરતી ક્રાઇમ બ્રાંચ

પોલીસ ત્રાટકતાં અજાણ્યો શખ્સ 'માલ' રેઢો મુકી છનનન

રાજકોટ તા. ૨૨: શહેરના ભાવનગર રોડપ ર મયુરનગરમાં મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂ. ૯૦ હજારનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.ટી. ગોહિલ, જયદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, અમીનભાઇ, વિક્રમભાઇ, જીજ્ઞેશભાઇ, હિરેન્દ્રસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પ્રદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા અને જયદિપસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળતાં રાત્રે એક વાગ્યે ભાવનગર રોડ મયુરનગર મફતીયાપરામાં ક્રિષ્ના હોલ સામેની શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે પોલીસ ત્રાટકી ત્યારે અજાણ્યા શખ્સો ભાગી ગયા હતાં.

પોલીસને રૂ. ૯૦ હજારનો ૩૦૦ બોટલ દારૂ રેઢો મળતાં કબ્જે કરી ભાગી ગયેલા શખ્સની શોધખોળ આદરી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી થઇ હતી.

(4:00 pm IST)