રાજકોટ
News of Wednesday, 22nd August 2018

'નીયો ડાયગ્નોસ્ટીક કેન્દ્ર' : રેડીયોલોજી-પેથોલોજી પરીક્ષણો એકજ સ્થળે

શનિવારે રાજકોટના નાનામવા રોડ પર અત્યાધુનિક સંકુલમાં શુભારંભ : ડો. જય કોટેચા, ડો. છાયા કોટેચા, ડો. આત્મન કથીરીયા, ડો. ઘટના કથીરીયા, ડો. પ્રશાંત ઠોરીયા, ડો. મીરા ઠોરીયાની રાઉન્ડ ધ કલોક સેવા : એકસ-રે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ડોપ્લર, સીટી સ્કાન, એમ.આર.આઇ. સહીતની સુવિધાઓ થશે ઉપલબ્ધ : સીમેન્સ કંપનીનું ૧.૫ ટેસ્લા ડીઝીટલ સાઇલન્ટ એમ.આર.આઇ., ૩૨ સ્લાઇસનું સીમેન્સનું સીટી સ્કાન સહીતની અત્યાધુનિક મશીનરીનું આગમન

રાજકોટ તા. ૨૨ : આજે તબીબી ક્ષેત્રે સફળ સારવાર માટે વિવિધ પરીક્ષણોની જરૂરીયાત વધી છે. ત્યારે આવા પરીક્ષણોની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ બને તેવા આશયથી રાજકોટના નાનામવા રોડ ઉપર રાજનગર ચોકમાં 'નીયો ડાયાગ્નોસ્ટીકસ' સેન્ટરનો તા. ૨૫ ના શનિવારથી શુભારંભ થવા જઇ રહ્યો છે.

આ સેન્ટરમાં રાઉન્ડ ધ કલોક સેવા આપવા સજજ બનેલા ડો. જય કોટેચા, ડો. છાયા કોટેચા, ડો. આત્મન કથીરીયા, ડો. ઘટના કથીરીયા, ડો. પ્રશાંત ઠોરીયા, ડો. મીરા ઠોરીયાએ જણાવેલ કે આ એક એવુ અત્યાધુનિક પરીક્ષણ કેન્દ્ર હશે કે જયાં પેથોલોજી અને રેડીયોલોજીના તમામ પરીક્ષણો એક જ સ્થળે ઉપલબ્ધ થશે.

એક જ છત નીચે એકસરે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ડોપ્લર, સીટી સ્કાન, એમ.આર.આઇ.ની સુવિધા તેમજ બ્લડ ટેસ્ટથી શરૂ કરી કેન્સર જેવા ગંભીર રોગોના નિદાન માટેની બાયોપ્સી, સાયટોલોજી, હીસ્ટોપેથોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ બની છે.

આ સેન્ટરમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ કહી શકાય તેવા સીમેન્સ કંપનીના ૧.૫ ટેસ્લા ડીઝીટલ સાઇલન્ટ એમ.આર.આઇ. (સેમ્પ્રા), ૩૨ સ્લાઇસનું સીમેન્સનુ સીટી સ્કાન, ફીલીપ્સ કંપનીના હાઇ એન્ડ અલ્ટ્રાસાઉન્ડ મશીન, ડીઝીટલ એકસ-રે, ડેન્ટીસ્ટો માટે ઓપીજી મહીલાઓના બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે ડીઝીટલ મેમોગ્રાફી સહીત ટેલી રેડીયોલોજી અને ઇમેજ ગાઇડેડ નોન વાસ્કયુલર ઇન્ટરવેન્શનની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

એ જ પ્રમાણે પેથોલોજી વિભાગમાં ૬ પાર્ટ ડીફરન્શીયલ હીમેટોલોજી એનાલાઇઝર, સેશ કંપનીનું ફુલી ઓટોમેટીક રેડન્ડ એકસેસ બાયો કેમેસ્ટ્રી એનાલાઇઝર અને ઇમ્યુનોએસે એનાલાઇઝર સહીત એબીજી એન્ડ ઇલેકટોલાઇટ એનાલાઇઝર, કોયલગ્યુલોમીટર, યુરીન એનાલાઇઝર, વેસ્ટમેટીક ઇઝી, ઇ.એસ.આર. સાયટોલોજી, હીપ્ટો પેથોલોજી, બોનમેરો એસ્પીરેશન અને બાયોપ્સી સહીતની ટેસ્ટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે.

અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટના સુપ્રસિધ્ધ સર્જન કેન્સર સ્પેશ્યાલીસ્ટ અને પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથીરીયાના સુપુત્ર ડો. આત્મન કથીરીયા એમ.ડી. રેડીયોલોજીની ડીગ્રી મેળવી  આ સેન્ટરમાં સેવા આપવા તત્પર બન્યા છે. મગજના, પેટના, કેન્સરના જટીલ નિદાનની તેઓ માસ્ટરી ધરાવે છે. તેમના ધર્મપત્ની ડો. ઘટના કથીરીયા એમ.ડી. અને ડી.એન.બી. એમ પેથોલોજીની બે બે ડીગ્રી ધરાવે છે. અમદાવાદની એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલમાંથી ઓન્કોલોજીની ફેલોશીપ કરી ચુકયા છે.

તેમની સાથે ડો. જય કોટેચા કે જેઓ એમ.ડી. રેડીયોલોજીની ડીગ્રી ધરાવે છે. મુંબઇની સાયન અને લીલાવતી હોસ્પિટલમાં સેવા આપી ચુકયા છે. હવે તેમના બહોળા અનુભવનો લાભ આ સેન્ટરમાં મળશે.  તેમના ધર્મપત્ની ડો. છાયા કોટેચા પણ પેથોલોજીમાં એમ.ડી. છે.

રેડીયોલોજીસ્ટ તરીકે ડો. પ્રશાંત ઠોરીયા કે જેઓ યુરોપની સ્પેનની મસ્કુયલો સ્કેલેટસ અલ્ટ્રાસાઉન્ડની પદવી ધરાવે છે. તેઓ પણ મુંબઇની ટાટા મેમોરીયલ હોસ્પિટલમાં સેવા આપી ચુકયા છે. તેમના ધર્મપત્ની ડો. મીરા ઠોરીયા પેથોલોજી એમ.ડી. છે.

આમ એક જ છત નીચે પેથોલોજી અને રેડીયોલોજીની અત્યાધુનિક સુવિધાઓથી સજજ નીયો ડાયગ્નોસ્ટીક સેન્ટરનો રાજકોટમાં પ્રારંભ થવા જઇ રહ્યો છે. તા.૨૫ ના શનિવારે મંગલ ઉદ્દઘાટન થશે. તા. ૨૬ ના તબીબો માટે ઓપનીંગ સેરેમનીનું આયોજન કરાયુ છે.

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને સ્નેહભર્યુ નિમંત્રણ પાઠવવા આવેલ 'નીયો ડાયગ્નોસ્ટીકસ'ના ડો. જય કોટેચા, ડો. છાયા કોટેચા, ડો. આત્મન કથીરીયા, ડો. ઘટના કથીરીયા, ડો. પ્રશાંત ઠોરીયા, ડો. મીરા ઠોરીયા , તેમજ બાજુમાં પુર્વ સાંસદ એન કેન્સર નિષ્ણાંત ડો. વલ્લભભાઇ કથીરીયા, મિતલ ખેતાણી, પ્રકાશભાઇ સોલંકી, દીલીપભાઇ કલોલા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

 

(3:53 pm IST)