રાજકોટ
News of Wednesday, 22nd August 2018

તંત્રની તિજોરી ભરાવા લાગી...

વાહન વેરો બમણો થતાં પાંચ મહીનામાં છ કરોડ ઠલવાયા

કોર્પોરેશનને ગત વર્ષની સરખામણીએ આજ દિન સુધીમાં ૩ કરોડની વધુ આવક

રાજકોટ તા.૨૨: શહેરમાં ૧ એપ્રિલ થી ૧૯ ઓગસ્ટ ૨૦૧૮ સુધીમાં   ૨૪,૩૧૫ ટુ અને ફોર વ્હીલર વાહનો વેચાતા રૂ. ૬.૦૧ કરોડની આવક થવા પામી છે. ગત વર્ષ કરતા વાહન વેરાની  આવક વધુ થવા પામી છે. વાહન વેરાનાં ૧૩ કરોડનાં લક્ષ્યાંકમાં રૂ.કરોડનું છેટુ છે.

આ અંગે કોર્પોરેશનનાં વાહનવેરા વિભાગ માંથી મળતી પ્રાપ્ત માહિતી મુજબ તા.૧ એપ્રિલ ૨૦૧૮ થી તા. ૧૯ ઓગસ્ટ ૨૦૧૮ સુધીમાં ૧૨ પ્રકારના ૨૪,૩૧૫ વાહનો વેચાતા કુલ રૂ. ૬,૦૧,૯૮,૩૯૩ની આવક થવા પામી છે. આ પૈકી ૧૯,૯૨૨ ટુ વ્હીલરના રૂ. ૧,૨૨,૬૬,૬૩૯, ફોર વ્હીલર(પેટ્રોલ) ૨,૧૬૯ વાહનોના રૂ. ૨,૨૫,૯૨,૬૩૭, ફોર વ્હીલર(ડિઝલ)ના ૯૮૫ વાહનો વેચાતા રૂ. ૧,૮૯,૯૪,૮૭૨ તથા થ્રી વ્હીલર ૭૯૮ વેંચાતા રૂ. ૧,૨૨,૬૬,૬૩૯, ૬ વ્હીલર ૫૯નાં રૂ.૧૯,૪૧,૫૧૩ સહિત કુલ રૂ. ૬,૦૧,૯૮,૩૯૩ની આવક  તંત્રની તીજોરીમાં થવા પામી છે. વાહન વેરાનો મુળ ૧૩ કરોડ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે, તંત્ર દ્વારા ગત વર્ષથી વાહનની કિંમતનાં ૧ ટકા લેખે વેરો વસુલવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે, ૧ એપ્રિલ ૨૦૧૭ થી ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં કુલ ૨૩,૪૩૩ વાહનો વેચાતા કુલ રૂ.૩,૬૫,૨૪,૮૦૦ની આવક તંત્રને વાહન વેરાની થવા પામી હતી.(૨૮.૧)

 

(3:51 pm IST)