રાજકોટ
News of Wednesday, 22nd August 2018

સનસાઈન કોલેજની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ એક સિદ્ધિ : ઈન્ડોનેશિયા પછી હવે બલ્ગેરીયામાં પણ ડંકો

રાજકોટ સનશાઈન કોલેજની પ્રગતિની નોંધ રાજયસીરે, રાષ્ટ્રીયસીરે અને હવે આંતરરાષ્ટ્રીયસીરે પણ લેવાઇ રહી છે. સનશાઇન કોલેજના કેમ્પસ ડાયરેકટર ડો. વિકાસ અરોરાના 'ઇથીકલ લીડરશીપ' પર ઈન્ડોનેશીયામાં વકતવ્ય બાદ આ વખતે સનશાઇન કોલેજની એમ.બી.એ. સેમ.૨ ની વિદ્યાર્થીનીઓએ બલ્બરિયામાં સનશાઇન કોલેજનું નામ રોશન કર્યું છે.

સનશાઇન કોલેજની એમ.બી.એ. સેમ.રની વિદ્યાર્થીનીઓ દિયા પોપટ અને રાશી સંઘવી એ જીટીયુના ઈન્ટરનેશનલ એકસપીરીયન્સ પ્રોગ્રામ દ્વારા સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ તથા ઈન્ટરનેશનલ બિઝનેશના વિષયો પર વિદેશી યુનિવર્સિટીના નિષ્ણાંત ફેકલ્ટીઝ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બંને વિદ્યાર્થીનીઓને આંતરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ મળેલ હતું. તેઓને શીખવા અને જાણવા માટે ૪૫ દિવસના આ ઈન્ટર્નશીપ પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ફેકલ્ટીસનું માર્ગદર્શન મળ્યું હતું. દિયા અને રાશી એ આ બાબતે સનશાઇન કોલેજના ડાયરેકટર ડો. વિકાસ અરોરાનો આભાર માન્યો હતો. આ વિદ્યાર્થીનીઓને એમ.બી.એ. ડીપાર્ટમેન્ટના જીટીયુ કો ઓર્ડીનેટર હેમેન કાલરીયાએ ગાઈડ કર્યા હતા.

આ બંને વિદ્યાર્થીનીઓને સંસ્થાના ચેરમેન શ્રી મીનેશ માથુરે એમ.બી.એ. ડીપાર્ટમેન્ટના હેડ ખુલ્ક દવે અને તમામ ફેકલ્ટીસએ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી હતી.(૩૭.૧૩)

 

(3:50 pm IST)