રાજકોટ
News of Wednesday, 22nd August 2018

૮૫ કિલો અખાદ્ય ફરાળી પેટીસનો નાશ

સતત બીજા દિ'એ આરોગ્ય તંત્રનાં દરોડાઃ કાલાવડ રોડ, રૈયા રોડ, અમિન માર્ગ, લીમડા ચોક વિસ્તારમાં ચેકીંગઃ ૬ વેપારીને નોટીસ

રાજકોટ,તા.૨૨: શ્રાવણ મહિનામાં ફરાળી પેટીસમાં ભેળસેળ રોકવા માટે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે સતત બીજા દિવસે કાલાવડ રોડ, રૈયા રોડ, અમીન માર્ગ સહિતનાં વિસ્તારોમાં પેટીસ વેચનારા વેપારીને ત્યાં દરોડા પાડી અને કુલ ૬ જેટલા પેટીસના વેપારીઓને ત્યાંથી અખાદ્ય કલર, તેલ અને વાસી મસાલાવાળી ૮૫ કિલો પેટીસનો નાશ કરાયો હતો અને નોટીસ ફટકારવામાં આવી હતી.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડનાં જણાવ્યા મુજબ ફુડ શાખા દ્વારા આજે શહેરનાં કાલાવડ રોડ, રૈયા રોડ, અમીન માર્ગ, લીમડા ચોક સહિતનાં વિસ્તારમાં પેટીસ વેચનાર ૧૯ વેપારીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં    પાયલ ડેરી ફાર્મ (અમીન માર્ગ) વાસી પેટીશ, ભગવતી સ્વીટ નમકીન (રૈયા રોડ) ચોકડીમાં જમીન પર ખુલ્લા રાખેલ બાફેલા બટેટા ફુડ લાયસન્સ રીન્યુ નથી, જનતા ડેરી ફાર્મ (રૈયા રોડ) વાસી પેટીશ-હાઇજીનીક કન્ડીશન્સ, બાલાજી ફરસાણ (રૈયા રોડ) રીયુઝ તેલ, રસીકભાઇ ચેવડાવાળા (કોટેચા ચોક) પડતર વેફર્સ ભુકો, પ્રીન્ટેડ રદી પસ્તિનો પેકીંગ માટે ઉપયોગ, અંબીકા સ્વીટ એન્ડ ફરસાણ (કોટેચા ચોક), પેટીશ, લોટ-પ્રિન્ટેડ રદી પસ્તીનો સહિત કુલ ૮પ કિલો અખાદ્ય ખોરાકાનો નાશ કરી નોટીસ ફટકારવામાં આવી છે.(૬.૧૮)

 

(3:48 pm IST)