રાજકોટ
News of Wednesday, 22nd August 2018

હેલ્મેટધારી વાહનચાલકોને પુષ્પ આપી સન્માન

રાજકોટઃ  શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે જાગૃતિ અભિયાન ચલાવતી ટ્રાફિક સોલ્યુશન ટીમ દ્વારા  અકિલા ચોકમાં હેલ્મટ પહેરીને નિકળનાર તેમજ સીટબેલ્ટનો ઉપયોગ કરનાર વાહનચાલકોને ગુલાબનું ફુલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. હેલ્મટ માણસની સેફટી માટે જરૂરી છે. દરેક નાગરીકે ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું જોઇએ  આ ટ્રાફીક ઝુંબેશ સાયલન્ટ રીતે ચલાવવામાં આવે છે. અને જયાં સુધી લોકોમાં સંપૂર્ણ રીતે જાગૃતિ નહી આવે ત્યાં સુધી અવિરત ચાલુ રહેશે. તેમ રાજુભાઈ જુંજાએ એક યાદીમાં જણાવ્યું છે. આ ટ્રાફિક ઝુંબેશને સફળ બનાવવા રાજુભાઈ જુંજા, હિરેનભાઈ પટેલ, વનિતાબેન રાઠોડ, સુસીલાબેન પટેલ, પારૂલબેન પટેલ, અજયભાઇ પ્રજાપતિ, પ્રફુલભાઇ રાજપુત, હર્ષદભાઇ મહેતા, મોહિતભાઈ પ્રજાપતિ, કેજશભાઇ વિઠલાણી, જયદિપભાઇ પટેલ, અમીતભાઇ પટેલ, યતિશભાઇ પાંભર, ભરતભાઇ મોરાણીયા, સંગીતાબેન પટેલ, મનીશાબેન કટારીયા, દ્રષ્ટીબેન કટારીયા, ઓમ પ્રજાપતિ, વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (૪૦.૧૦)

(3:46 pm IST)