રાજકોટ
News of Wednesday, 22nd August 2018

રાજકોટ એન્જીનીયરીંગ એસો.ની મેમ્બર્સ ડીરેકટરીનું વિમોચન

રાજકોટ : ઉદ્યોગકારો પરસ્પર ઓળખતા થાય અને માહીતીની આપ લે કરી ધંધાનો વિકાસ સાધી શકે તેવા ઉમદા આશયથી રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા દર વર્ષે મેમ્બર્સ ડીરેકટરી બહાર પાડવામાં આવે છે. તે અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮ ની નવી ડીરેકટરી તૈયાર થતા તાજેતરમાં વિમોચન સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશભાઇ પટેલ તેમજ અતિથિ તરીકે ઇન્ડસ્ટ્રીયલ એસો., ડીરેકટર એમ.એસ.એમ. અમદાવાદ, લઘુ ઉદ્યોગભારતી જેવી સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. એન્જી. એસો.ના પ્રમુખ પરેશભાઇ વાસાણીએ સૌને આવકાર્યા હતા. ખીરસરા પાસે નવી જીઆઇડીસી સ્થાપવામાં એસો.ને મળેલ સફળતા તેમજ ભકિતનગર ઇન્ડ. એસ્ટેટમાં ડામર રોડ બનાવવાની વાત માન્ય રખાતા ૮૦ લાખ ફાળવાયા હતા. પર્યાવરણ જાળવણી માટે કટીબધ્ધતા વ્યકત કરાઇ હતી. શહેરને પ્લાસ્ટીક મુકત બનાવવાની આરએમસીની અપીલને સ્વીકારી  આ સમારોહ દરમિયાન કોટન બેગનું વિતરણ કરવામાં આવેલ. તેમ પ્રમુખ પરેશભાઇ વસાણીએ યાદીમાં જણાવેલ છે. (૧૬.૩)

 

(3:46 pm IST)