રાજકોટ
News of Thursday, 22nd July 2021

કોમી એકતા સાથે ઈદની ઉજવણીઃ પોલીસ અધિકારીઓએ શુભેચ્છા આપી

રાજકોટઃ શહેરમાં ઈદની કોમી એકતા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહજી જાડેજા (ઝોન-૨)એ હિન્દુ- મુસ્લીમ ભાઈ- બહેનોને શુભેચ્છાઓ આપેલ અને જણાવેલ કે રાજકોટ શહેર એક શાંતિ અને ભાઈચારાનું  પ્રતિક છે અને હરહંમેશ રહેલ છે, મારી જાણ મુજબ હિન્દુ- મુસ્લિમ ભાઈ- બહેનો સાથે મળી આવા ધાર્મિક પ્રસંગે હળી- મળીને ઉજવતા રહ્યા છે, જેનો મને આનંદ સાથે ગૌરવ પણ છે, અને આજ રીતે કાયમ માટે ઉજવતા રહે તેવી મને પુર્ણ આશા સાથે વિશ્વાસ છે.

આ પ્રસંગે એસ.સી.પી. ડી.વી.બસીયા (ક્રાઈમ બ્રાંચ), એ.એસ.આઈ. ભૂતપભાઈ રબારી (ક્રાઈમ બ્રાંચ), પ્ર.નગર પો.સ્ટે.નાં પી.આઈ. એલ.એલ. ચાવડા, સદર પો.સ્ટે.નાં પી.એસ.આઈ. કે.સી.રાણા, જંકશન પો.સ્ટે.નાં પી.એસ.આઈ. બી.વી. બોરીસાગર વિ.એ. ઉપસ્થિત રહી ઈદની મુબારક બાદી પાઠવેલ હતી.

યશવંતભાઈ મહેતા, હબીબભાઈ ગનીબાપુ કટારીયા, નરેશભાઈ મકવાણા, પરેશભાઈ વોરા, કનુભાઈ ભટ્ટ, ડો.અબ્દુલભાઈ બેલીમ, યુસુફભાઈ કટારીયા, ઈભુભાઈ મેમણ, હનીફભાઈ કટારીયા, ગફારભાઈ કટારીયા, નવાઝભાઈ શમા, મુસાભાઈ કાલાવડીયા, ચેતનભાઈ વોરા, શરદભાઈ ઓઝા, શકીલભાઈ કટારીયા, સુફીયાનભાઈ કટારીયા વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી. તેમ હબીબભાઈ ગનીબાપુ કટારીયા તેમજ પરેશભાઈ વોરાની સંયુકત યાદી જણાવે છે.

(3:50 pm IST)